GSTV

ચેતજો/ સતત રૂપ બદલી રહ્યો છે કોરોના વાયરસ, માસ્ક અંગે AIIMSના ડાયરેક્ટરે લોકોને આપી આ મહત્વની સલાહ

કોરોના

Last Updated on May 15, 2021 by Bansari

યુ.એસ.એ શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે લોકો કોરોના રસી (કોવિડ -19 રસી) ના બે ડોઝ લેનાર લોકો માટે માસ્ક જરૂરી નથી, પરંતુ ભારતની પરિસ્થિતિ હજી બદલાઇ નથી. એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, ભારતમાં રસીના બે ડોઝ લીધા પછી પણ લોકોએ માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યોં છે. તેમણે એમ પણ કહ્યું કે નવા વેરિએન્ટથી રસીના બે ડોઝ લીધા પછી પણ ચેપ લાગવાનું જોખમ છે.

randeep guleria

જણાવી દઇએ કે અમેરિકાના સેંટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેઁશન (સીડીસી)એ શુક્રવારે જણાવ્યું કે સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઇ ચુકેલા લોકો માટે હવે માસ્ક પહેરવુ અથવા સોશિયલ ડિસ્ટેંસ ફોલો કરવુ જરૂરી નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ તેની જાણકારી આપતા કહ્યું કે જો તમે સંપૂર્ણ રીતે વેક્સીનેટ થઇ ચુક્યા છો તો તમારે હવે માસ્ક પહેરવાની જરૂર નથી.

કોરોના

ભારતમાં માસ્ક જરૂરી

જો કે ભારતના એક્સપર્ટસ અને ડોક્ટર્સનું કહેવું છે કે અહીં માસ્ક વિના બહાર નીકળવાનો નિર્ણય હાલ ન લઇ શકાય. એક્સપર્ટ્સ અનુસાર લોકોએ હજું તેના માટે લાંબો સમય રાહ જોવી પડશે. એક રિપોર્ટ અનુસાર, એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જ્યાં સુધી ભારતમાં કોરોના સંક્રમણને લઇને વધુ ડેટા ન આવી જાય ત્યાં સુધી આપણે સાવધાન રહેવાની જરૂર છે. આ વાયરસ ખૂબ જ ચાલાક છે અને પોતાનું રૂપ બદલતો રહે છે. હાલ અમે તે ન કહી શકીએ કે નવા વેરિએન્ટની સામે વેક્સિન કેટલી અસરકારક સાબિત થશે. તેથી જરૂરી છે કે તમે વેક્સિનના બે ડોઝ બાદ પણ માસ્ક પહેરો. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ પાલન કરો.

આ વચ્ચે સૂત્રોનું કહેવું છે કે સરકાર હાલમાં કોઇ નવી એડવાઇઝરી જાહેર નથી કરવાની. લોકોએ દરેક સ્થિતિમાં માસ્ક પહેરવુ જ પડશે. ભારતમાં અત્યાર સુધી 18 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે. જ્યારે ફક્ત 3 કરોડ લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે.

Read Also

Related posts

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!