GSTV

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

છેલ્લા કેટલાંક દિવસોથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહીત દેશભરમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળ્યો છે. તારણો છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને જનજીવન ઝડપથી સામાન્ય થઇ રહ્યું છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ચેતવ્યા છે અને હજુ પણ માસ્ક અને એબે ગજનું અંતર જેવી સાવધાનીઓ રાખવા જણાવ્યું છે. તો, બીજી બાજુ AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું માનીયે તો આ રાહતના દિવસો લાંબા સમય સુધી નહિ ટકી રહે.

AIIMS

સ્વાઈન ફ્લૂની જેમ ઝડપથી ફેલાશે કોરોના વાયરસ

ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે, ‘સ્વાઈન ફ્લૂ ઠંડીમાં વધુ ઝડપથી ફેલાય છે. એ જ રીતે કોરોના પણ ઠંડીના સમયમાં વધુ ઝડપથી ફેલાશે. એ વાતના પણ પુરાવા મળ્યા છે કે હવાનું પ્રદુષણ પણ કોરોનાના પ્રસારમાં ઘણાખરા અંશે મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા સાય પહેલા સ્ટડી કરવામાં આવ્યું હતું.

પ્લાઝ્મા થેરાપીની સફળતા પર કઈ કહેવું ઉતાવળું

તો બીજી બાજુ, ડૉ. રણદીપ ગુલેરીયાએ આઈસીએમઆરના એ દાવા પર પણ પ્રતિક્રિયા આપી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્લાઝ્મા થેરાપીથી કોરોનાથી થનાર મોતમાં ઘટાડો નથી થયો. તેમણે જણાવ્યું કે તે ઉતાવળું કહેવાશે. હાલ અમે ડેટા આવવાની રાહ જોઈ રહ્યા છીએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અધ્યન કરવામાં આવ્યું છે તેઓમાં મોટાભાગના દર્દીઓમાં પહેલાથી જ એન્ટિબોડી હતી. જો તમારામાં પહેલે થી જ એન્ટિબોડી છે તો બહારથી એન્ટિબોડી આપવાનો કોઈ ખાસ લાભ નથી થવાનો.

પ્લાઝ્મા તમામ માટે લાભદાયક તેમ કહેવું ખોટું પડશે

તેમણે જણાવ્યું, ‘પ્લાઝ્મા કોઈ મેજીક બુલેટ નથી. આપણે તેનો ત્યાં જ ઉપયોગ કરવાનો છે જ્યાં તેની સૌથી વધુ જરૂરિયાત હોય. એ દાવો કરવો કે તે તમામ માટે લાભકારી છે ખોટું કહેવાશે. કોવિડથી અમે એ શીખ્યા છીએ કે સારવારમાં સમયનું ખાસ મહત્વ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!