GSTV
Gujarat Government Advertisement

કોરોના/ હલકા લક્ષણ વાળા ન કરાવે સીટી-સ્કેન, થઇ શકે છે કેન્સરનો ખતરો, AIIMSના ડોકટરની ચેતવણી

કોરોના

Last Updated on May 3, 2021 by Damini Patel

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. લાખ કોશિશો છતાં સંક્રમણ થંભાવાનુ નામ જ નથી લઇ રહ્યું. આ વચ્ચે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે આજકાલ વધુ લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. જયારે સીટી સ્કેનની જરૂરત નથી તો એને કરાવી પોતાને નુકસાન ન પહોંચાડો કારણ કે તમે પોતાને રેડિએશનના સંપર્કમાં લાવી રહ્યા છો. ત્યાર પછી કેન્સર થવાની સંભાવના રહે છે.

તેમણે કહ્યું કે, સીટી-એસસીએન અને બાયોમાર્કરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હલકા લક્ષણ હોવા પર સીટી-સ્કેન કરવાનો ફાયદો નથી. એક સતી સ્કેન માટે 300 છાતી એક્સરે બરાબર છે. આ ખુબ હાનિકારક છે.

ડો. ગુલેરીયાએ કહ્યું, ‘સ્ટીરોઈડ ઘરમાં ઈલાજ કરી રહેલા લોકો માટે નથી. મધ્યમ લક્ષણમાં જ સ્ટરોઈડ આપવામાં આવે છે. મોડરેટ બીમારીનો ત્રણ રીતે ઈલાજ થાય છે. સૌથી પહેલા ઓક્સિજન આપો, ઓક્સિજન પણ દવા જ છે. ત્યાર પછી સ્ટીરોઈડ આપી શકો છો. હોમ આઇસોલેશનમાં રહી રહેલા લોકો પોતાના ડોક્ટરનો સંપર્ક કરતા રહો, બેભાન જેવી હાલત છે, છાતીમાં દુખાવો થઈરહ્યો છે તો તાત્કાલિક ડોકટરને સંપર્ક કરો.

દેશમાં અત્યાર સુધીમાં 81.77 ટકા દર્દીઓ સાજા થયા છે: સ્વાસ્થ્ય મંત્રાલય

કેસ

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 81.77 ટકા કેસ સારા થયા છે. દેશમાં લગભગ 34 લાખ સક્રિય કેસ છે. સંક્રમણના કારણે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોનાં મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,417 મૃત્યુ નોંધાયા છે. દેશમાં 12 રાજ્યો એવા છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. 7 રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યા 50,000 થી 1 લાખની વચ્ચે રહે છે. એવા 17 રાજ્યો છે જ્યાં 50,000થી ઓછા સક્રિય કેસ બાકી છે.

દેશમાં પર્યાપ્ત ઓક્સિજન: ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ કહ્યું કે, દેશમાં પર્યાપ્ત ઓક્સિજન ઉપલબ્ધ છે. 1 ઓગસ્ટ, 2020માં દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન 5,700 મેટ્રિક ટન હતું, જે હવે વધીને 9,000 મેટ્રિક ટન થઈ ગયું છે. અમે વિદેશથી પણ ઓક્સિજનની આયાત કરી રહ્યા છીએ. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3,68,147 કેસ નોંધાયા હતા અને 3417 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. નવા કેસોમાં ચેપ લાગવાની કુલ સંખ્યા 1,99,25,604 છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 2,18,959 થઈ છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 34,13,642 થઈ છે જે કુલ કેસોના 17.13 ટકા છે. કોવિડ -19 માંથી સારા થયેલા દર્દીઓનો દર 81.77 ટકા રહ્યો છે. દેશમાં 1,62,93,003 લોકો સાજા થયા છે જ્યારે મૃત્યુ દર 1.10 ટકા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!