સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના સંચાલન માટે રચવામાં આવેલા સીઓએને રદ્દ કર્યું છે. ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનને આંતરરાષ્ટ્રીય ફુટબોલને સંચાલિત કરનારી સંસ્થા ફીફા દ્વારા સસ્પેન્ડ કરવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ફીફા દ્વારા એઆઈએફએફના સસ્પેન્શનને રદ્દ કરવા ને ભારતમાં અંડર-17 ફીફા વર્લ્ડકપ આયોજીત કરવાની સાથે આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભારતની ટીમોની ભાગીદારીને મંજૂરી આપવાનો આદેશ પારીત કરી રહી છે.

- AIFF પ્રબંધન માટેનું COA રદ્દ
- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીઆેએ રદ્દ
- ભારતમાં થવો જોઈએ અંડર-૧૭ ફીફા વિશ્વકપ
- સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કરી તાકીદ
આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો કે તેઓ સીઓએને 23 ઓગસ્ટ સુધીમાં એઆઈએફએફ માટે આખરી મુસદ્દો બંધારણીય અદાલતને સોંપવાનો નિર્દેશ આપે અને તે દિવસથી સીઓએના આદેશને સંપૂર્ણપણે સમાપ્ત જાહેર કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એઆઈએફએફના સસ્પેન્શનને હટાવવા માટે સક્રિય પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે અને તેના માટે અખિલ ભારતીય ફુટબોલ ફેડરેશનના સસ્પેન્શનને હટાવવા માટે પણ સક્રિય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે 16 ઓગસ્ટે મોડી રાત્રે એઆઈએફએફ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેમણે એઆઈએફએફને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફીફાએ થર્ડ પાર્ટીના અયોગ્ય પ્રભાવને ટાંકીને એઆઈએફએફ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
READ ALSO
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ