GSTV

વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી કેરળ આવ્યું હતું, ટાયર સ્લિપ ખાતાં 30 ફૂટ ઉંડી ખાઈમાં ખાબક્યું

કેરળના કોઝિકોડમાં કરીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ક્રેશ થયું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર દુબઇથી આવતા વિમાનમાં 191 મુસાફરો હતા જેમાં 10 નવજાત અને ક્રૂના છ સભ્યો હતા. વિમાનમાં બે પાઇલટ્સ સહિત છ ક્રૂ સભ્યો પણ હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુંસાર વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી આ વિમાન કેરળ આવી રહ્યું હતું.

વિસ્તૃત તપાસનો આદેશ

કોન્ડોટી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સાંજે 7.45 વાગ્યે ઉતરતી વખતે એર ઇન્ડિયાની દુબઇ-કોઝિકોડ ફ્લાઇટ (IX-1344) ક્રેશ થઈ હતી. વરસાદના રન વે ભીનો થઈ ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. ડીજીસીએ દ્વારા આ કેસની વિસ્તૃત તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

વિમાન લપસીને લગભગ 30 ફુટ ઉંડી ખાઈમાં પડી ગયું

વિમાન લપસીને લગભગ 30 ફુટ ઉંડી ખાઈમાં પડી ગયું હતું. મુસાફરોને બહાર કાવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે કોઝિકોડનું વિમાનમથક ભૌગોલિક રીતે ‘ટેબલ ટોપ’ છે, જેનો અર્થ એરસ્ટ્રીપની આજુબાજુ ખાડો છે. તેથી જ રનવે પરથી લપસતા વિમાન ખાઈમાં પડ્યું હતું. આ અકસ્માતમાં એક પાયલટનું મોત થયું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજનાથસિંહ, અમીત શાહ, રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ

કેરળમાં દુબઈથી પરત ફરી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ક્રેશ લેંડીગ થયું હતું. જેમાં પાઈલોટ સહિત ત્રણ લોકોના મોતના સમાચાર મળી રહ્યાં છે. તો આ સમાચાર બાદ રાજકીય નેતાઓએ પોતાની સંવેદના જાહેર કરી હતી. જેમાં રાજનાથસિંહ, ગૃહમંત્રી અમીત શાહ, રાહુલ ગાંધી, નાણામંત્રી સિતારમન સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેની સંવેદના પ્રગટ કરી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટના મુદ્દે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથ સિંહે કહ્યું છે કે, મારી સંવેદવાઓ પીડીત પરિવારની સાથે છે.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

ગૃહમંત્રીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!