GSTV
Home » News » એલન મસ્કે આપ્યા સંકેત, આ હોઇ શકે છે મંગળ ગ્રહનો પહેલો નિવાસી

એલન મસ્કે આપ્યા સંકેત, આ હોઇ શકે છે મંગળ ગ્રહનો પહેલો નિવાસી

ટેક બિલેનિયર અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક મંગળ ગ્રહ પર એક બેસ બનાવવા ઈચ્છે છે અને હાલમાં તેમણે તેની સાથે જોડાયેલી અમૂક વાતો શેર કરી છે. તેમણે સંકેત આપ્યા છે કે મંગળ ગ્રહ પર રહેનાર પ્રથમ રહેવાસી આર્ટીફિશલ ઈન્ટેલિજન્સ એટલેકે એઆઈ હોઇ શકે છે. ધ ગીકની રિપોર્ટમાં આ અંગે માહિતી અપાઇ છે.

એક ટ્વિટના જવાબમાં એલને આ વાતનો સંકેત આપ્યો છે. આ ટ્વિટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે મંગળ પર જીવનને લઇને તેમનો શું વિચાર છે અને શું પ્રથમ મંગળવાસી માણસોની જગ્યાએ ઈન્ટેલિજન્ટ મશીન હોઇ શકે છે? મસ્કે તેની પર જવાબ આપ્યો, 30 ટકા. મસ્કનો આ 30 ટકા કેવીરીતે આવ્યો તે તો રસપ્રદ છે, પરંતુ આ દરમ્યાન અમૂક લોકો આ વાત પર મગજ કસી રહ્યાં છે કે આ રહેવાસી કેવો દેખાશે.

ગીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ‘આ શક્ય છે કે આ એઆઈ રોવર રોબોટ જેવો છે અને ગ્રહની સપાટી પર સહેલ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી આ એક સ્ટેશનરી ડિવાઇસ હોય, જે એક સ્થાન પર રહીને નિરીક્ષણ કરી શકે. જેમાં એવી ક્ષમતાઓ હોઇ શકે છે કે આ માનવ નિર્દેશ વગરના પ્રયોગો કરી શકે.’

જોકે, મંગળ પર માણસને મોકલવાનુ મિશન કોરી કલ્પના છે. સ્પેસએક્સ જેવી ભવિષ્યની ટેકનિક તૈયાર કરી રહેલી કંપનીઓ અત્યારે આ ટેકનિકો પર કામ કરી રહી છે, જેની મદદથી માણસોને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી બહાર પહોંચાડવાના સાધનો તૈયાર કરી શકાય. જેમાં ઓછામાં ઓછા એક દાયકો અથવા પછી ઘણા દાયકા સુધીનો સમય લાગી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!