GSTV
Home » News » ચીને એવો કેમેરો વિકસાવ્યો જે 45 KM દૂરથી પણ ફોટો લઈ શકાશે

ચીને એવો કેમેરો વિકસાવ્યો જે 45 KM દૂરથી પણ ફોટો લઈ શકાશે

ચાઇનીઝ સંશોધકોએ ખાસ AI કૅમેરા ટેક્નિક વિકસાવી છે. આ ટેક્નિકની મદદથી  મનુષ્ય કદ ધરાવતા પદાર્થોને 45 કિમિ દૂરથી ક્લિક કરી શકાય છે. રિસર્ચર જેંગ – પિંગ લીનાં પેપર જર્નલ ArXivમાં પ્રકાશિત થયા છે. તેમાં જણાવ્યાં મુજબ ખાસ કેમેરા ટેક્નોલોજી સ્મૉગ અને પ્રદુષણથી પ્રભાવિત નહિ થાય. લેજર અને સ્માર્ટ AI સોફ્ટવેરની મદદથી આ ટેક્નિકથી સારી ગુણવતાની તસ્વીરો ક્લિક કરી શકાશે.

નવી ટેક્નોલોજી આવ્યા આગાઉ જુના કેમેરામાં LIDAR  એટલે કે લાઈટ ડિટેક્શન એન્ડ રેજિંગ ટેક્નિકનો ઉપયોગ થતો હતો. આ બાબતે રિસર્ચરે જણાવ્યું હતું કે નવું સોફ્ટવેર પ્રદુષણ અને સ્મૉગને કારણે ફોટામાં આવતા નોઇસને દૂર કરી દેશે. તેમાં ‘gating’ ટેક્નિકની મદદથી સોફ્ટવેર બાકી માધ્યમોથી રિફ્લેક્ટ થનારાં ફોટોન્સને કેમેરા ક્ષેત્રથી હટાવી દેશે અને આ તે ફોટાનો હિસ્સો નહીં બની શકે.

આ રીતે કેમેરામાં અંતર પર સેટ કરી શકાશે. MIT ટેક્નોલોજી રીવ્યુની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે એક ફાયદો તે પણ છે કે કેમેરા 1550 નેનોમીટ વેવલેન્થ વાળું ઇન્ફ્રારેડ લેઝર ઉપયોગમાં લે છે. રિપોર્ટ મુજબ આ વેવલેન્થ કેમેરાની સુરક્ષા સાથે સાથે ફોટોને સોલર ફોટોન્સથી પણ બચાવે છે જે હંમેશા કેમેરાના રિઝોલ્યૂશન અને ફોટાની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. આ રીતની ટેક્નિક AIની સાથે સારું પરિણામ આપે છે.

READ ALSO

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!