GSTV

અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસના રાજનેતાઓએ વ્યક્ત કર્યો શોક, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ કામગીરીને કરી યાદ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન પર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ શોકમાં ગરકાવ છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે આજે મોટા આગેવાનને ગુમાવ્યા છે. જેમનું અમને દુઃખ છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહે પણ અહેમદ પટેલના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે આજે મોટા નેતાને ગુમાવ્યા છે.

કોંગ્રેસે આજે મોટા નેતાને ગુમાવ્યા

તેઓ હમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા હતા. તેઓ કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોની હમેશા કાળજી લેતા હતા.કોંગ્રેના પ્રવક્તા મનિષ દોશીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને આજે મોટી ખોટ પડી છે.કોંગ્રસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ શોકમાં ગરકાવ થયા છે.

ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેઓએ તેમની સાથેની કામગીરીને યાદ કરી હતી. આ સાથે જ તેઓએ કહ્યુ હતુ કે, અહેમદ પટેલ ગ્રાઉન્ડ લેવલના નેતા હતા.. તેઓ સતત કાર્યકરો, સામાન્ય માણસોને મદદ કરવા માટે તત્પર રહેતા હતા.

અહેમદ પટેલના નિધનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ શોકમાં ગરકાવ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કર્યુ..તેઓએ કહ્યું કે, અહમદ પટેલ ગુજરાતના નાનામાં નાના વ્યક્તિઓનું ધ્યાન રાખતા…ભરતસિંહ અને શક્તિસિંહ ગોહિલનો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો તે સમયે તેઓએ ખાસ તબીબો સાથે વાત કરી હતી..અને બનતી મદદકરવાની તૈયારી દર્શાવી હતી..અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે નિર્માણ, અને ભરૂચમાં કેબલ બ્રિજના નિર્માણમાં પણ તેઓની મહત્વની ભૂમિકા રહી…તેઓના નિધનથી પાર્ટી ચિંતિત છે.અને પાર્ટીને નુકશાન થશે..તેઓ દરેક કાર્યકરની ચિંતા કરનારા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ/ ખાનપુરમાં ડિમોલિશનની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ

pratik shah

50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ

Bansari

પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!