GSTV

અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ, ટ્રાયલ પહેલા દર્દીની સંમતિ લેવાઈ

Last Updated on November 17, 2020 by pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે કોરોનાની રસી ક્યારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે ભારતમાં કોરોના રસીની ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. અને તેમાંય મહત્વનું એ છે કે અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં તેનું ટ્રાયલ શરૂ કરાયું છે.

અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં તેનું ટ્રાયલ શરૂ

  • અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ
  • હૈદરાબાદની ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆરએ શરૂ કર્યું પરીક્ષણ
  • ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં ચાર હોસ્પિટલોમાં દર્દીઓ પર પરીક્ષણ શરૂ કરાયું
  • ટ્રાયલ પહેલા દર્દીની સંમતિ લેવામાં આવી

ભારતમાં ૨૨ હોસ્પિટલોમાં ૨૬,૦૦૦ લોકો પર કોરોના રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે

  • જે દર્દીઓ ખૂબ ગંભીર છે તેમની પસંદગી કરવામાં આવી
  • ભારતમાં ૨૨ હોસ્પિટલોમાં ૨૬,૦૦૦ લોકો પર કોરોના રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
  • ૨૬,૦૦૦ દર્દીઓને ૨૮ દિવસમાં રસીના બે ડોઝ આપવામાં આવશે
  • ચારથી છ અઠવાડિયા સુધી તેના પર થનારી અસરોનો અભ્યાસ કરાશે

અમદાવાદની હોસ્પિટલ્સમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆરએ પરીક્ષણ શરૂ કર્યું. ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં ચાર હોસ્પિટલોમાં તેનું ટ્રાયલ શરૂ કરાયું છે. જોકે આ ટ્રાયલ પહેલા દર્દીની સંમતિ લેવામાં આવી છે. જે દર્દીઓ ખૂબ ગંભીર છે તેમની પસંદગી કરવામાં આવી છે.

ભારતમાં 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર કોરોના રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 26 હજાર દર્દીઓને 28 દિવસમાં રસીના બે ડોઝ આપવામાં આવશે. અને ચારથી છ અઠવાડિયા સુધી તેના પર થનારી અસરોનો અભ્યાસ કરાશે જે આગળના તબક્કાની તૈયારીઓ માટે ખૂબ જ મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!