GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં વાવાઝોડાની તીવ્ર અસર, શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી: વૃક્ષો ધરાશયી થવાની પણ ઘટના

Last Updated on May 18, 2021 by pratik shah

અમદાવાદમાં  તાઉ તે વાવાઝોડાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ,સાથે સાથે ભારે વરસાદથી પાણી ભરાયા હતા. બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમા ઝાડ ધરાશાઈ થયું.ભારે પવનના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.. સિવિલ હોસ્પિટલના રોડ ઉપર પાણી ભરાયાં.તો તંત્ર દ્વારા સિવિલમાં દર્દીઓની સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ રોડ ઉપર પાણી ભરાયાં

અમદાવાદમાં ભારે પવન સાથે આવેલા વરસાદ બાદ  રિવરફ્રન્ટ રોડ ઉપર પાણી ભરાયાં જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો..અમદાવાદમાં  ભારે પવનના અને વરસાદના કારણે ભરબપોરે અંધારપટ છવાયો હતો.

હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ

અમદાવાદમા ભારે વરસાદથી હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ હતુ.. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોના માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા..સતત પડી રહેલા વરસાદને લઈને પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી હતી.આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા હતા.હાટકેશ્વર સર્કલ પર કોરોના ટેસ્ટિંગ ડોમ હવામા ફંગોળાઇને ધરાશયી થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!