GSTV

અમદાવાદ/ રેલ્વે મંડળની DRM ઓફિસમાં કોરોના વિસ્ફોટ, રેપિડ ટેસ્ટ દરમ્યાન એક બે નહી આટલા કર્મચારીઓ આવ્યા પોઝિટીવ- તંત્રે લીધો મહત્વનો નિર્ણય

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ આ ઘાતક વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદ રેલ્વે મંડળની DRM ઓફિસમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે એક સાથે 20 રેલ્વે કર્મચારીઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવ્યા છે. નોંધપાત્ર છે કે 300 જેટલા કર્મચારીઓનો DRM ઓફિસમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે આટલા કર્મચારીઓ સંક્રમિત નિકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મામલાની ગંભીરતા જોતા 4 દિવસ સુધી DRM ઓફીસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ માત્ર કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા રેલકર્મીઓ જ ફરજ પર હાજર રહેશે તેવી અધિકારીક સૂચના આપવામાં આવી છે.

300 જેટલા કર્મચારીઓનો DRM ઓફિસમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો

રેલ્વે મંડળની DRM ઓફિસમાં કોરોના વિસ્ફોટ સર્જાયો

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધઘટ થતી રહે છે. એમાં ય તહેવારોનો મહિનો અને શિયાળો નજીક આવતાં કેટલાક તબીબે સંક્રમણ વધવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે ચોમાસુ અને શિયાળા વચ્ચેના બેવડી ઋતુના ગાળામાં આમ પણ શરદી- ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનના કેસો વધતા હોય છે. દરમ્યાનમાં સરકારી યાદી અનુસાર કોરોનાના આજે એક જ દિવસમાં વધુ ૧૬૦ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન ત્રણ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે.

ઉપરાંત સાજા થયેલા ૧૦૦ લોકો ડિસ્ચાર્જ થયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૩૮૩૦૦ નોંધાઈ ચૂક્યા છે. એમાંથી ૧૭૪૮ દર્દીના કરૂણ મૃત્યુ થયા છે જ્યારે સાજા થઈ ગયેલા કુલ ૨૭૭૬૫ લોકોને રજા અપાઈ છે. તેમજ એક્ટિવ કેસો ફરી વધીને ૩૬૩૦ થઈ ગયા છે.

એક જ દિવસમાં વધુ ૧૬૦ કેસો નોંધાયા

કેટલાક લોકો માસ્ક પહેરતાં જ નથી કે ખોટી રીતે પહેરે છે અથવા ગળામાં લટકાવી રાખે છે. સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવામાં બેદરકારી સેવે છે. સાંજના સમયે યુવાનો એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, પ્રહલાદનગર રોડ વગેરે સ્થળોએ ટોળાં કરીને બેસતા જોવા મળે છે. આવા યુવાનો પોતાની જાતને અને તેમના પ્રૌઢ માતાપિતાઓને પણ જોખમમાં મૂકી રહ્યા છે. સંક્રમણને અટકાવવા કડક અનુશાસન પોતાની રીતે પળાય તે અત્યંત આવશ્યક છે.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

ઓનલાઇન મેડિસીનના વેચાણના કારણે સ્થાનિક દવા વેપારીઓને ભારે નુકસાન

Nilesh Jethva

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!