GSTV
Ahmedabad Uncategorized ગુજરાત ટોપ સ્ટોરી

મેટ્રોમાં પ્રવાસીઓનો ધસારો! સરકારી તંત્રની તો બલ્લે બલ્લે, એક જ દિવસમાં 74 હજારથી વધુ મુસાફરોએ મેટ્રોની મુસાફરીનો આનંદ માણ્યો

અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને અંદાજીત સાડા ચાર મહિના જેટલા થઇ ચૂક્યા છે. લાખો લોકોએ મેટ્રોની મુસાફરીનો લાભ લીધો છે, તો બીજી તરફ આટલા સમયગાળામાં મેટ્રોને બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે. ત્યારે આ વચ્ચે IPLની પ્રથમ મેચ અને ઉદ્ઘાટનને પગલે શુક્રવારે અમદાવાદની મેટ્રો ટ્રેનમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. શુક્રવારે મેટ્રોમાં કુલ ૭૪૩૫૮ મુસાફરો નોંધાયા હતા. જે સામાન્ય દિવસના શુક્રવાર કરતાં ૮૫.૩૩ ટકા વધુ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલની ઉદ્ઘાટન મેચને પગલે રાત્રે ૨ઃ૩૦ સુધી મેટ્રો દોડાવવામાં આવી હતી. જેના પગલે વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચેના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં ૪૦૩૦૫ અને મોટેરા સ્ટેડિયમથી એપીએમસીના નોર્થ-સાઉથ કોરિડોરમાં ૩૪૫૩૮ એમ કુલ ૭૪૮૪૩ મુસાફરો નોંધાયા હતા. આમ, મેટ્રોને ઈસ્ટ-વેસ્ટ કોરિડોરથી રૃપિયા ૬.૫૯ લાખ અને નોર્થ-સાઉથ કોરિડોરથી રૃપિયા ૫.૫૨ લાખની આવક થઇ હતી.

લાખોની આવક થઈ

મેટ્રોમાં સામાન્ય દિવસોમાં ૪૦૩૯૩ મુસાફરો નોંધાતા હોય છે. અમદાવાદમાં આઇપીએલની મેચ વખતે રાત્રે ૧ઃ૩૦ સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન માર્ચ મહિનામાં મેટ્રોને કુલ ૧૩.૨૮ લાખ મુસાફરોથી ૨.૦૩ કરોડની જ્યારે ફેબુ્રઆરીમાં ૧૦.૭૮ લાખ મુસાફરોથી રૃપિયા ૧.૬૪ કરોડની આવક થઈ હતી.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV