GSTV

ઓનલાઇન શોપિંગ કૌભાંડ/ સાયબર ક્રાઇમ ટીમે કરી 2 શખ્સોની ધરપકડ, 20 લાખ યુઝર્સનો ડેટા ચોરી કર્યાની આશંકા

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો. સાયબર ક્રાઇમની ટીમે આરોપી ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ અને નિલેશ બાબરીયાની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. સાયબર ક્રાઇમે 20 લાખ યુઝરના ડેટા લીક થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

કૌભાંડ

આરોપીઓએ 1 હજારથી વધુ લોકો સાથે ચિટીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે 92 વસ્તુઓ કબ્જે કરી છે. આરોપીઓની મોડેસ ઑપરેન્ડીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા. આરોપી આ સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા.

બંન્ને આરોપીઓ ફ્લિપકાર્ટ, મંત્રા,બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી વેબસાઈટના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરી લેતા હતા. ત્યારબાદ સરનામું બદલીને ઓર્ડર પણ મેળવી લેતા હતા. બંને આરોપીઓએ ટેલીગ્રામમાંથી તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા હેક કરી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇપી એડ્રેસનો ઉપયોગ કરતા હતા. આ સિવાય OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. બંને આરોપીની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમત દરમિયાન મુલાકાત થઈ હતી. આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી. છતાં માસ્ટર માઈન્ડ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

જનતાને સારા રસ્તા ના આપી શકો તો ટેક્સના પૈસા પરત કરો, આ તારીખ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

Dhruv Brahmbhatt

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!