GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અમદાવાદ શહેર થયું ધમધમતુ, 67 દિવસ બાદ બજારમાં આવી રોનક

રાજ્યમાં અનલોક-1 અંતર્ગત અપાયેલી છૂટછાટનાં કારણે 67 દિવસ બાદ અમદાવાદ શહેર પુન: ધબકતું થઈ ગયું છે. જીવલેણ કોરોના વાયરસનાં કેર વચ્ચે ધંધા રોજગાર સંપૂર્ણપણે પ્રારંભ થઇ જતાં અમદાવાદનું ‘ખોવાયેલું સ્મિત’ પરત ફર્યું હતું. છેલ્લા કેટલાક સમયની સુષુપ્તા ખંખેરી વહેલી સવારથી જ અમદાવાદનું જનજીવન પાટે ચઢવા લાગ્યું હતું. અઢી મહિના બાદ અમદાવાદ માર્ગો પર રીક્ષા, AMTS, BRTS માર્ગો પર દોડતી જોવા મળી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

67 દિવસ બાદ અમદાવાદ શહેર પુન: ધબકતું થઈ ગયું

જેના ભાગરૂપે AMTS, BRTS બસોનાં પૈડા શહેરનાં માર્ગો પર દોડતા જોવા મળ્યા હતા, જ્યારે આ બસોમાં ટકા મુસાફરોને જ મુસાફરી માટે મંજૂરી હતી, . અઢી મહિના બાદ જાણે અમદાવાદના રોડ ટ્રાફિકથી ધમધમી ઉઠયા હતા. જોકે, અનેક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. કોરોના જાણે સંપૂર્ણ નાબુદ જ થઇ ગયો હોય તેમ અનેક લોકો માસ્ક વિના જ બહાર નીકળી ગયા હતા. અનેક બાળકો પણ બહાર રમવા માટે નીકળી પડયા હતા. સરકારે છૂટછાટ ભલે આપી હોય પણ સાથે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન થાય તેની પણ તકેદારી રાખવાની જરૂર છે. સરકારે જારી કરેલા નિયમ પ્રમાણે મોટાભાગની દુકાન સાંજે ૭ કલાક બાદ બંધ થઇ ગઇ હતી.

અઢી મહિના બાદ અમદાવાદ માર્ગો પર રીક્ષા, AMTS, BRTS માર્ગો પર દોડતી જોવા મળી

અમદાવાદમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. જમાલપુર વિસ્તારમાં કરા પણ પડયા હતા. ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વારની ત્યારે વરસાદની આ ‘સરપ્રાઇઝ એન્ટ્રી’થી અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી. અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ રહ્યું હતું. દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન પણ ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું. જોકે, મોડી સાંજે અચાનક જ મોસમે મિજાજ બદલવાનું શરૂ કરી દીધું હતું. સૌપ્રથમ ઠંડો પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વીજળીના કડાકાભડકા સાથે વરસાદ તૂટી પડયો હતો. અનેક વિસ્તારોમાં તેજ ગતિ સાથે પવન ફૂંકાયો હતો. અમદાવાદના પાલડી-સેટેલાઇટ- નરોડા-ખોખરા-ઇસનપુર-બાપુનગર-ઘોડાસર-સરખેજ-મણિનગર-નારોલ-ઓઢવ-રખિયાલ સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી.

અમદાવાદમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો

શહેરનાં જમાલપુર વિસ્તારમાં કરા પણ પડયા હતા. તેજ ગતિના પવનને લીધે બહેરામપુરા વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે ઝાડ પણ પડયું હતું. આ સિવાય પણ અનેક વિસ્તારોમાં ઝાડ પડયાની ફરિયાદો સામે આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવેલો છે. આગામી બે દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૪-૫ જૂને વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં ૬-૭ જૂને ભારે વરસાદ પડે તેની સંભાવના છે.

નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં ૬-૭ જૂને ભારે વરસાદ પડે તેવી સંભાવના

અમદાવાદ શહેરમાં સોમવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતા ૧૨ વૃક્ષો ધરાશાયી થયા હતા. ખમાસા, જમાલપુર, ખાનપુર, રાયખડ, દાણીલીમડા, આસ્ટોડિયા, માણેકચોક, દિલ્હી દરવાજા, ઘી કાંટા મેટ્રો કોર્ટ તેમજ બહેરામપુરામાં મેલડી માતાના મંદિર પાસે ઝાડ પડવાના બનાવ બન્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ શહેરમાં કુલ ૧૨ ઝાડ પડયાના મેસેજ આવ્યા છે. તેને રોડ પરથી દુર કરવાની કામગીરી ગાર્ડન ખાતાના અધિકારીઓને સાથે રાખીને હાથ ધરાઇ હતી. માણેકચોકમાં વાવાઝોડાના કારણે લોખંડનું પતરૂ ઉડીને ચેનલોના વાયરોમાં ફસાઇ ગયું હોવાથી તેને ઉતારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાઇ હતી. જોકે સદનસીબે કોઇને ઇજા થવા પામી ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓનું કહેવું છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડા-વરસાદથી 12 વૃક્ષો ધરાશયી થયા

શહેરમાં સોમવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતા ૧૨ વૃક્ષો ધરાશાયી થયા હતા. ખમાસા, જમાલપુર, ખાનપુર, રાયખડ, દાણીલીમડા, આસ્ટોડિયા, માણેકચોક, દિલ્હી દરવાજા, ઘી કાંટા મેટ્રો કોર્ટ તેમજ બહેરામપુરામાં મેલડી માતાના મંદિર પાસે ઝાડ પડવાના બનાવ બન્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ શહેરમાં કુલ ૧૨ ઝાડ પડયાના મેસેજ આવ્યા છે. તેને રોડ પરથી દુર કરવાની કામગીરી ગાર્ડન ખાતાના અધિકારીઓને સાથે રાખીને હાથ ધરાઇ હતી. માણેકચોકમાં વાવાઝોડાના કારણે લોખંડનું પતરૂ ઉડીને ચેનલોના વાયરોમાં ફસાઇ ગયું હોવાથી તેને ઉતારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાઇ હતી. જોકે સદનસીબે કોઇને ઇજા થવા પામી ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓનું કહેવું છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!