GSTV

અમદાવાદની સોલા સિવિલમાં ફાયર સેફ્ટીની સુવિધાના નામે મીંડુ

જીએસટીવીના રિયાલીટી ચેકમાં ગંદકીના ઢગથી બીમાર સોલા સિવિલ સેફટીના મુદ્દે પણ નાપાસ થઇ છે. કારણકે અમદાવાદમાં ફાયર સેફ્ટીની સુવિધાના નામે મીંડુ છે. બટાકાની બબાલથી ચર્ચામાં આવેલી સોલા સિવિલનો જીએસટીવીએ રિયાલીટી ચેક કર્યો ત્યારે ગંદકી બાદ જો કોઇ બેદરકારી ઉડીને આંખે વળગે તેવી હોય તો તે હતીફાયર સેફ્ટીની સુવિધા. સોલા સિવિલ હોસ્પિટલ હોય કે હોસ્ટેલનો વિભાગ તમામે તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો લટકાવેલા તો જોવા મળ્યા. પરંતુ આ ફાયર સેફ્ટીના સાધનો ન જાણે ક્યારે છેલ્લે તપાસ્યા હશે તે ભગવાન જાણે. ત્યારે ફાયર સેફ્ટીની આ પ્રકારની ઘોર બેદરકારી જોઇને ચોક્કસપણે સવાલ થાય કે,

સળગતા સવાલ

  • શું સોલા સિવિલ તંત્ર કોઇ દુર્ઘટનાની રાહ જાઇ રહ્યું છે ?
  • શા માટે ફાયર વિભાગ દ્વારા નથી લેવાતા કોઇ પગલા ?
  • શા માટે અન્ય એકમોની જેમ સોલા સિવિલ સામે નથી થતી કાર્યવાહી ?

સામાન્ય રીતે ખાનગી કોમર્શિયલ એકમો સામે ફાયર સેફ્ટીના મુદ્દે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.પરંતુ જ્યારે સરકારી ઇમારતની વાત આવે ત્યારે તંત્રના આંખે પટ્ટી લાગી જતી હોય છે. આવું જ કંઇક સોલા સિવિલમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ઘોર બેદરકારીની પ્રયાયસમી સોલા સિવિલ સામે ફાયર સેફ્ટીના મુદ્દે કોઇ કડક કાર્યવાહી થશે કે કેમ તે તો આગામી સમય જ જણાવશે.

READ ALSO

Related posts

ભારત માટે સૌથી મોટી ખુખશબર, ઈટલી અને અમેરિકામાં ત્રાટકેલા વાયરસ સામે ભારતમાં વાયરસના બદલાયા છે જીન

Ankita Trada

કોરોના એટલે મોત નથી : ડરશો નહીં આ પરિવારના 6 સભ્યોએ આપી છે માત, દેશમાં 140 દર્દી થયા સાજા

Ankita Trada

IPL ને લઈ BCCI ની ચિંતા વધી, કોઈપણ સમયમાં ટૂર્નામેન્ટના આયોજનમાં નડી રહી છે મુશ્કેલીઓ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!