અમદાવાદીઓ પ્લાસ્ટિકની ચમચી, ડિશ અને ગ્લાસનો નહીં કરી શકે જેમ-તેમ વપરાશ

અમદાવાદીઓ હવે 50 માઇક્રોન કરતા ઓછા પ્લાસ્ટીકની ચમચી, ડિશ, ગ્લાસનો વપરાશ નહીં કરી શકે. સરકારે બહાર પડેલા હેલ્થ બાયલોઝ અંતર્ગત આ પ્રકારની વસ્તુનો વપરાશ કરવો ગુનો છે. સ્ટેન્ડિંગ કમિટી મળેલી બેઠકમાં આ બાયલોઝનો અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. 50 માઇક્રોન કરતા ઓછા પ્લાસ્ટીકના કપ-ડીશ-ચમચીનુ વેચાણ કરનાર વેપારી. ઉત્પાદક સામે પણ પગલાં લેવામાં આવશે. આ માટે રૂપિયા 100થી 50 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. મહત્વનું છે કે લગ્ન પ્રસંગ સહિત અનેક કાર્યક્રમોમાં આ પ્રકારની પાલસ્ટિકની વસ્તુનો વધુ વપરાશ થતો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter