GSTV
Home » News » અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષામાં કરાશે વધારો, CCTVની સંખ્યા વધારીને 109 કરાશે

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષામાં કરાશે વધારો, CCTVની સંખ્યા વધારીને 109 કરાશે

આગામી દિવસમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની સુરક્ષા મહત્વની છે.રેલવે સ્ટેશન પર હાલ 51 સીસીટીવી કેમેરા છે. તેમા વધારો કરવામા આવશે. અને સીસીટીવીની સંખ્યા વધારીને 109 કરવામાં આવશે.

આ માટેના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યાં છે. થોડા સમયમાં કામગીરી ચાલુ કરવામાં આવશે.આગામી ચાર મહિનાની અંદર લગેજ સ્કેનરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. રેલવે પોલીસ જવાનોને વોકી-ટોકી પણ આપવામાં આવ્યાં છે. અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કરવામાં આવી છે. ત્યારે કાલપુર રેલવે સ્ટેશનને પણ હેરીટેજ લુક આપવામા આવશે.

વીડીયો વોલ પર મુસાફરો હેરીટેજ અંગેની ડોક્યુમેન્ટ્રી. શોર્ટ ફીલ્મ જોઇ શકશે. વાઇફાઇની સુવિધા ડિવીઝનના 64 સ્ટેશનમાંથી 57 સ્ટેશન પર કામગીર પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બાકીના સાત સ્ટેશન પર થોડા દિવસમાં સુવિધા ચાલુ થઇ જશે.

READ ALSO

Related posts

22-9થી 25-9 સુધી આ બદલાવ થશે તમારા જીવનમાં, જાણો શું કહે છે ગ્રહો

Arohi

Video: બીજેપી નેતાએ… બીજેપી ઓફિસની બહાર… બીજેપીની મહિલા નેતાને લાફો ઝીંકી દીધો

Arohi

સુરતમાં 20 બાળકો ભરેલી રિક્ષા પકડનાર પોલીસકર્મીએ અનોખી રીતે વાલીને જાગૃત કર્યા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!