GSTV

Instagram રીલ્સ પાછળ ઘેલા થયા અમદાવાદીઓ: 80 ટકા લોકો પોતાનો કિંમતી સમય સોશિયલ મીડિયા પર કરે છે બરબાદ, સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસા

રીલ્સ

Last Updated on November 25, 2021 by Zainul Ansari

આજના યુવાધન નવા નશાના રવાડે ચડ્યું છે જે નશો છે સોશ્યલ મીડિયાનો. આજના યુવાનો દારૂ, જુગાર અને ડ્રગ્સની સાથે સોશ્યલ મીડિયાના રવાડે ચડી ગયા છે. જાણો આ નશાથી કેટલું નુકશાન થઇ રહ્યું છે.

રીલ્સ

નાનાથી લઈને મોટી ઉંમરના લોકોમાં મોબાઈલનો ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર રીલ વિડીયો જોવા સાથે બનાવવાનો ક્રેઝ વધ્યો છે. રીલ વિડીયોની વાત કરવામાં આવે તો તે 15 સેકેન્ડથી લઈને 60 સેકેન્ડના રીલમાં સામાન્ય વ્યક્તિ પણ હીરો બની જાય છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદનું યુવા પણ રીલ્સ પાછળ ક્રેઝી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ કારણોસર છેલ્લા 6 મહિનામાં 50 ટકા સુધીનો વધારો રીલ બનાવનારાઓનો જોવા મળ્યો છે. તાજેતરમાં કરવામાં આવેલ સર્વે અનુસાર, રીલ્સને લઈને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

શું આવ્યું સર્વેમાં?

  • રીલ્સની ઘેલછા માત્ર યુવાનોમાં હોય તેવું નહીં પરંતુ 35 વર્ષથી વધુ વયના લોકોમાં પણ આ વ્યસન હોવાનું સામે આવ્યું છે.
  • 10 વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં પણ આ લત જોવા મળી રહી છે
  • 70 ટકા અમદાવાદીઓ દરરોજ 2 કલાક રીલ વિડીયો જોવામાં સમય પસાર કરે છે
  • 60 ટકા યુવાનોને સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર બનવું છે.
  • 80 ટકા લોકો 2 કલાકથી વધુ સમય રીલ્સ બનાવવામાં વિતાવે છે

કેટલાક યુવાનો રૂપિયા કમાવવા માટે ઇન્ફલ્યુએન્સર બનવું છે. આ માટે દરરોજ 2 કલાક કરતા વધુ સમય રીલ્સ પાછળ ફાળવે છે. સોશિયલ મીડિયા વિડીયોને હવે યુવાનો કરિયર તરીકે પણ જોઈ રહ્યા છે. અમદાવાદના કેટલાક યુવાનો રીલ અને સોશિયલ મીડિયા પ્રમોશન દ્વારા લાખો રૂપિયા કમાઈ છે. સોશિયલ મીડિયા થકી જાણીતા થયેલા યુવાનોને મોટા ભાગની કંપનીઓ બ્રાન્ડના પ્રમોશનમાં ઉપયોગમાં લે છે. આ કારણોસર તેઓની કમાણી લાખોમાં છે. પણ જે યુવાનો પૈસા કમાઈ છે તે અલગ છે પણ ઘણા લોકોને આ ઇન્સ્ટાગ્રામ વિડિઓનો નશો લાગી ગયો છે. જેને છોડવો ખૂબ જરૂરી છે.

રીલ્સ

ક્યારેક રીલ બનાવવામાં ગંભીર ઘટનાઓ પણ બને છે. તાજેતરમાં અમદાવાદનો કિશોર રીલ્સ બનાવવા માટે રેલવે ટ્રેક પર ગયો હતો. તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાન ટ્રેન પર ચડીને વિડીયો બનાવવા જતા તેને કરંટ લાગતા તેનું મોત થયું હતું. તો આ પહેલા સુરતમાં મોબાઈલમાં વિડીયો બનાવતા ફાંસો લાગી જતા 11 વર્ષની બાળકીનું મોત થયું હતું. મહેસાણામાં 25 વર્ષના જિગ્નેશ ઠાકોરે રેલવે ટ્રેક પર વીડિયો બનાવતા જીવ ગુમાવ્યો હતો

આમ યુવાનો પર સોશિયલ મીડિયાની ગંભીર આડઅસર થઈ રહી છે. અભ્યાસના ભોગે યુવાનો રીલ્સ બનાવતા અને જોતા થયા છે. કર્મચારીઓ કામના ભોગે નોકરીના સ્થળે રીલ્સ જોતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સોશિયલ મીડિયાની આદતમાં સ્ટ્રેસમાં વધારો થાય છે. માનસિક તણાવના કિસ્સામાં 50 ટકા સુધીનો વધારો થયો છે.

Read Also

Related posts

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

મોટા સમાચાર / ગુજરાતમાં ફરી જન્મી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 નવા કેસ

Zainul Ansari

સેનાના અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા CDS રાવત, ત્રણેય સેનાઆેના આેપરેશનથી લઇને હથિયારોની ખરીદીના પ્રોજેક્ટ સામેલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!