GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

વેક્સિન

એક વર્ષ અગાઉ ૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણ સામે શહેરીજનોને રક્ષણ આપવા વેકિસનેશન અભિયાન શરુ કર્યુ હતું.એક વર્ષ બાદ શહેરના સાત ઝોનમાં કોરોના વેકિસનનો પહેલો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૧૧૨.૦૫ ટકા સુધી પહોંચી છે.બીજી તરફ વેકિસનનો બીજો ડોઝ ૭૩.૨૭ ટકા લોકોએ લીધો હોવાથી હજુ ૨૭ ટકા લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી છે.

રસી

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૮૩.૫૪ ટકા લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધો છે.જયારે મધ્ય ઝોનમાં વેકિસનનો બીજો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૬૪.૨૬ ટકા સુધી પહોંચી છે.કોરોના સામે રક્ષણ મેળવવા જે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેવા તમામ લોકોને તાકીદે રસી લેવા મ્યુનિ.તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

વેક્સિનેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૫ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં ૯૦,૩૧,૨૪૭ જેટલા કોરોના વેકિસનના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે.૫૧,૮૩,૪૯૪ થી વધુ લોકોને પહેલો ડોઝ અને ૩૭,૯૪,૯૪૪થી વધુ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.૩ જાન્યુઆરી-૨૦૨૨થી ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.શહેરના ૮૦ જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત મ્યુનિ.તેમજ સરકારી હોસ્પિટલ ખાતે ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સીનીયર સિટીઝન,હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં સો ટકા કોરોના વેકિસનેશન થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૬૬ જેટલી ટીમ દ્વારા વેકિસનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.લોકો વધુમાં વધુ સંખ્યામાં કોરોના વેકિસન લે એ માટે મ્યુનિ.તંત્રે ઘર સેવા વેકિસનેશન યોજના ઉપરાંત રસી લેનારાઓને એક લિટર તેલના પાઉચ આપવાથી લઈને સ્માર્ટ ફોન આપવા સુધીના પ્રયાસ અથાક રીતે કર્યા છે.આમ છતાં ૨૭ ટકા લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધો નથી.મધ્ય ઝોનમાં જયાં ૧૧૫.૭૯ ટકા લોકોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ લીધો હતો.એ જ મધ્ય ઝોનમાં કોરોના વેકિસનનો બીજો ડોઝ લેનારાઓની ટકાવારી ૬૪.૨૬ ટકા સુધી જ પહોંચી છે.આ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા જે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો હજુ બાકી છે એમણે સ્વંયભૂ પહેલ કરી રસી લેવી જોઈએ એવી મ્યુનિ.દ્વારા અપીલ કરાઈ છે.

READ ALSO

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV