GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પશ્ચિમના વિસ્તારોમાં વધતો કોરોનાનો પ્રકોપ, શહેરમાં વધુ 168 કેસો નોંધાયા, વધુ સાતના કરૂણ મોત

અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાવાયરસનું જોર ઘટી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણેક દિવસથી 200થી અંદર નવા દર્દીઓની સંખ્યા અને મૃત્યુ એકી સંખ્યામાં થવા માંડયા છે. દરમ્યાનમાં આજે 24 કલાકમાં નવા 168 કેસ નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હોસ્પિટલોમાં મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા 235 લોકોને જુદી જુદી હોસ્પિટલો કે હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

બીજી તરફ કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા 235 લોકોને કરાયા ડિસ્ચાર્જ

દરમ્યાનમાં જીલ્લાના વિસ્તાર સહીત અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 21867ની થઈ ગઈ છે, તેમજ કુલ મૃત્યુઆંક 3591ના આંકડાને આંબી ગયો છે. હાલ જે કેસો નવા નોંધાઈ રહ્યાં છે, તે વત્તાઓછા પ્રમાણમાં તમામ ઝોનમાં છે, પરંતુ પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમાં તો ભરડો લેવા માંડયો તેમ જણાય છે. બોડકદેવ, ગોતા, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં 30 અને દક્ષિણ પશ્ચિમના જોધપુર, વેજલપુર, મકતમપુરા, સરખેજમાં 24 કેસ ગઈકાલે નોંધાયા છે.

કુલ મૃત્યુઆંક 3591ના આંકડાને આંબી ગયો

ક્યા ઝોનમાં કેટલાં દર્દી, કેટલાં મૃત્યુ ?

ઝોનનવાકેસકુલદર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએકટિવ કેસ
મધ્યઝોન440670362228
પશ્ચિમઝોન3333771176606
ઉત્તરપશ્ચિમ ઝોન301371345479
દક્ષિણપશ્ચિમ ઝોન241439175467
ઉત્તરઝોન2137293284450
પૂર્વઝોન2231990246463
દક્ષિણઝોન2838350259460
કુલ16221017814473153

આમ બન્ને મળીને નવા પશ્ચિમમાં જ 54 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે. જ્યારે પાલડી, વાસણા, નવરંગપુરા, નવાવાડજ, નારણપુરા, રાણીપ, સાબરમતિમાં 33 દર્દી બહાર આવ્યા છે. આમ કુલ 162માંથી 87 કેસ તો પશ્ચિમમાં જ છે. મધ્યઝોનમાં 4, ઉત્તરઝોનમાં 21, પૂર્વઝોનમાં 22 અને દક્ષિણઝોનમાં 28 કોરોનાના દર્દીઓ છે. કુલ 3153 એકટિવ કેસો છે, તેમાંથી પશ્ચિમના જ 1552 છે. 8 મૃત્યુમાં 5 પશ્ચિમના પટ્ટાના છે.

ત્રણેક દિવસથી 200થી અંદર નવા દર્દીઓની સંખ્યા અને મૃત્યુ એકી સંખ્યામાં થવા માંડયા

ત્યારે બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરાતા દર્દીની સંખ્યાના અને મૃત્યુના આંકડા સામે રાજકોટ અને સુરતમાંથી સવાલો પૂછાતાં થયા છે. ગઈકાલે રાજકોટમાં પાંચ મૃત્યુ હતા પણ સરકારી પ્રેસનોટમાં તેનો ઉલ્લેખ ના હતો તે અંગે પ્રશ્નો પૂછાતાં થયા છે. અમદાવાદની યાદીમાં દર્દીના નામો જાહેર થતાં ત્યારે આઠ-આઠ દિવસ પછી દેખાતા હતા. મૃત્યુના આંકડા અંગે પણ આવું જ થતું હોવાથી લોકોમાં શંકા ઉભી થઈ હતી.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!