GSTV

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

Last Updated on June 25, 2021 by pratik shah

અમદાવાદ રેલવે પોલીસને વધુ એક સફળતા મળી છે. રેલવે પોલીસ દ્વારા પાર્સલમાંથી 48 મોબાઈલ બિલ વગરના 15 લાખ ની મોબાઈલ એસેસરીઝ અને  47 બિયર સાથે કાર્ટૂન ભરેલી પાર્સલ મળી આવ્યા છે  જ્યારે યોગા એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવી હતી ત્યારે રેલવે પોલીસને બાતમી મળી.

425 મોબાઈલ અંદાજીત કિંમત 65 લાખ સાથે ગેરકાયદેસર રીતે અમદાવાદ ઘૂસ્યા

પોલીસને મળેલી બાતમીના આધારે ગૌરવ રાજપૂત અને શંકર રાજપૂત  બિલ આધાર વગરના 425 મોબાઈલ સાથે ગેરકાયદેસર રીતે અમદાવાદ આવી રહ્યો છે જે અમદાવાદમાં સોનુ સિંહ ગુડું સિંહને આ ગેરકાયદેસર પોહચડવાના હતા આમ કુલ મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ મળી ને 65 લાખ રૂપિયા નો મુદ્દામાલ થવા પામ્યો છે અને આજ ટ્રેનમાં સબીર ઉસ્માન 48 બિયરના ટીન સાથે અમદાવાદ આવી રહ્યો છે તેના આધારે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

આ મામલે આરોપીઓ દિલ્હીથી આ મોબાઈલ લાવ્યા હતા અને અમદાવાદમાં વેચવાના હતા. ત્યારે રેલવે પોલીસે બાતમીના આધારે બે ઇસમોની ધરપકડ કરી છે. ત્યારે બીજી તરફ ટ્રેનમાં પણ હવે દારૂની હેરાફેરી થવા લાગી છે. જેમાં આરોપીઓ બિયરના ટીન કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ત્યારે આરોપીઓ બિલ વગરના મોબાઈલ કોને આપવામાં હતા ક્યાંથી લાવ્યા હતા તે સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. ત્યારે ટેક્સ બચાવવા આ પ્રકારની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાડી રહી છે.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!