GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

BIG NEWS: વર્લ્ડ હેરીટેજ શહેર બનશે યજમાન, U-20 સમિટમાં વિશ્વના 20 દેશોના ડેલિગેટ્સ લેશે ભાગ

વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદ આગામી માસમાં ૯ અને ૧૦ ફેબુ્આરીના રોજ યુ-૨૦ રાષ્ટ્રોની યોજાનારી સમિટ માટે યજમાન શહેર બનવા જઈ રહયુ છે.આ સમિટમાં પર્યાવરણ અને જળસુરક્ષા ઉપરાંત કલાઈમેટ સહિતના વૈશ્વિક મુદ્દાઓ ઉપર રોડમેપ તૈયાર કરવા વીસ દેશોના ડેલિગેટસ સમિટમાં ભાગ લેશે.આર્થિકક્ષેત્રે જી-૨૦માં ભારતને અધ્યક્ષપદ મળ્યા બાદ અમદાવાદને યુ-૨૦ રાષ્ટ્રોની સમિટના યજમાન બનવાની તક મળી છે.આ સમિટને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહયો છે.

તૈયારીઓને અંતિમ ઓપ

અમદાવાદમાં ફેબુ્આરી માસમાં યોજાનારી યુ-૨૦ સમિટને વડાપ્રધાન દ્વારા વર્ચ્યુલ સંબોધન કરવામાં આવશે.આ અગાઉ યુ-૨૦ની પાંચ સમિટ યોજાઈ ગઈ છે.પરંતુ અમદાવાદમાં યોજાનારી સમિટમાં પર્યાવરણને અનુરુપ વર્તન અને પ્રોત્સાહન, જળસુરક્ષા,કલાઈમેટ ફાયનાન્સને પ્રોત્સાહન,સ્થાનિક ઓળખની જાળવણી,શહેરી વહીવટ અને આયોજનમાં નવા પ્રયોગો ઉપરાંત ડીજીટાઈઝેશન દ્વારા વહીવટીતંત્રમાં સુધારા સહિતના મુદ્દાઓ ઉપર વિશ્વના દેશોમાંથી સમિટમાં ભાગ લેવા આવનાર ડેલિગેટસ ચોકકસ રોડમેપ તૈયાર કરશે જેનુ વૈશ્વિક સ્તરે અમલીકરણ કરવામાં આવશે.અર્બન-૨૦ એંગેજમેન્ટ ગૂ્રપની આ બેઠકના આયોજનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ અર્બન અફેર્સ અને કેન્દ્રના શહેરી વિકાસ વિભાગ તરફથી તમામ ટેકનિકલ મદદ પુરી પાડવામાં આવી રહી છે.સમિટમાં વિશ્વના દેશોના મેયર ઉપરાંત નોમિનેટેડ શેરપા તથા આમંત્રિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ જોડાશે.

૮ ફેબુ્રઆરીએ શહેરમાં વિદેશી ડેલિગેટસનુ આગમન શરુ થઈ જશે.૯ અને ૧૦ ફેબુ્આરી એમ બે દિવસ યુ-૨૦ સમિટ યોજાશે.વિદેશથી આવેલા ડેલિગેટસના સ્વાગત માટે સમગ્ર બેઠક દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા પર્ફોમન્સ વિવિધ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે.નર્મદાષ્ટકમ આધારીત નૃત્ય ઉપરાંત મંજીરા રાસ સહિતના કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમિટના સ્થળ ઉપરાંત તેને સંલગ્ન તમામ રસ્તાઓ રીસરફેસ કરી દેવામા આવ્યા છે.ડેપ્યુટી કમિશનરથી લઈ તમામ વિભાગના વડાઓને સમિટની તૈયારીમાં કોઈ કચાશ ના રહે તે જોવા ખાસ તાકીદ કરાઈ છે.

ડેલિગેટસને હેરીટેજની ઝાંખી કરાવવાની સાથે કાંકરીયા ખાતે ગાલા ડીનર પીરસાશે

વિશ્વના દેશોમાંથી આવનારા મહાનુભવોને ૯ ફેબુ્આરીએ સાબરમતી આશ્રમ ,અડાલજની વાવ,અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત કરાવવાની સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રેઝન્ટેશન બતાવવામા આવશે.૧૦ ફેબુ્રઆરીએ સવારે હેરિટેજ વોકમાં શહેરમાં આવેલા હેરીટેજ સ્થાપત્યોની ઝાંખી કરાવવામા આવશે.આ ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ગાલા ડીનર પીરસાશે.ગાલા ડીનરમાં વિદેશથી આવેલા મહેમાનોને ગુજરાતી થાળીનો આસ્વાદ કરાવવાની સૂચના આપવામાં આવી છે.કઈ-કઈ ગુજરાતી વાનગી પીરસાશે તેનો નિર્ણય એક કે દિવસમાં કરવામાં આવશે.

READ ALSO

Related posts

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની

Nakulsinh Gohil

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV