GSTV

અમદાવાદીઓને પાણીકાપનો સામનો કરવો પડશે, જાણો કારણ

અમદાવાદીઓને આવતીકાલે પાણીકાપનો સામનો કરવો પડશે. પાણીની લાઇનમાં પડેલા ભંગાણનું મરામત કરવાનું હોવાથી તેમજ પાણીની લાઇનની જોડાણની કામગીરી કરવાની હોવાથી સોમવાર સાંજે અને મંગળવારે સવારે પાણીકાપ મુકવામા આવ્યો છે. અમદાવાદના અખબારનગર અંડર પાસ પાસે 1600 મીમી પાણીની લાઈનમાં પણ લીકેજ રીપેરિંગ કામ ચાલી રહ્યું છે. તેવી જ રીતે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઈસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં લીકેજ સર્જાયુ છે તેનું પણ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે.

જ્યારે સરદારનગર અને વાડજમાં નવા જોડાણની કામગીરી તેમજ દુધેશ્વર વોટર વર્કસ ખાતે વાલ જોડાણની કામગીરી કરવાની હોવાથી 75 ટકા શહેરને પાણીની તંગી સર્જાશે. પુર્વ-ઉત્તર અને દક્ષિણઝોનમા પ્રતિદિન 650 એમ એલ ડી પાણી આપવામા આવે છે. જેને બદલે મંગળવારે 450 એમ એલ ડી પાણી આપવામા આવશે. એટલે કે 200 એમ એલ ડી ની ઘટ પડશે જ્યારે મધ્ય અને પશ્ચીમ વિસ્તારમાં 350 એમ એલ ડીની જગ્યાએ 100 એમ એલ ડી પાણી પુરુ પાડવામા આવશે.

કોર્પોરેશન દ્વારા અનાર નવાર કોઇ કારણસર પાણી કાપ મુકવામા આવે છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે પાણી કાપ દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે માટે પાણીના વીયર બનાવા જેવી વ્યવસ્થા કરવામા આવશે પણ તે દાવો પણ પોકળ સાબિત થયો છે. મંગળવારે પાણી કાપ છે છતા કોર્પોરેશન દ્વારા પાણી આપવા માટે કોઇ ખાસ વ્યવસ્થા કરવામા આવી નથી. પાણીની ટેન્કરો પણ વોટર વર્કસ ખાતે ભરાય છે પણ ત્યાં પણ કામગીરી કરવાની હોવાથી ટેન્કર ભરી શકાશે નહી. પાંચ ઝોનમા ટેન્કરો પુરી પાડવા શક્ય પણ નથી. આમ ટેક્સ ભરવા છતા અમદાવાદીઓને પાણી મળશે નહી.

જેમાં પુર્વ-પશ્ચીમ-મધ્ય-ઉત્તર-દક્ષિણ ઝોનમાં પાણીકાપ રહેશે જેમાં વિસ્તારો આ રહેશે

મધ્યઝોન

જમાલપુર ખાડીયા, દરિયાપુર, અસારવા, શાહપુર, શાહીબાગ

પૂર્વ ઝોન

નિકોલ, વિરાટનગર, ગોમતીપુર, વસ્ત્રાલ, ભાઇપુરા, અમરાઇવાડી, રામોલ , હાથીજણ

પશ્ચિમ ઝોન

પાલડી, વાસણા, નવરંગપુરા, સ્ટેડિયમ, નારણપુરા, રાણીપ, સાબરમતી, નવા વાડજ, ચાંદખેડા

ઉત્તર ઝોન

સરદારનગર, નરોડા, સૈજપુર, કુબેરનગર, ઇિન્ડયા કોલોની, ઠક્કરનગર, બાપુનગર, સરસપુર, રખિયાલ

દક્ષિણ ઝોન

મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા, ખોખરા, ઇસનપુર, ઇન્દ્રપુરી

READ ALSO

Related posts

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!