GSTV

જાગતા રહેજો : પોલીસે વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું , વાંચશો તો “વાહ ભૈ વાહ” કહેશો

Last Updated on November 6, 2018 by Arohi

દિવાળીમાં તસ્કરોનો તરખાટ રહેતો હોય છે. પોલીસ એક્શન પ્લાન ઘડતી હોય છે. પણ તસ્કરો નાક ન વાઢી ખાય તે માટે હવે રામોલ પોલીસે રહીશોને સાથેરાખીને નવો પ્લાન ઘડ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનનો હદ વિસાતર પાંચ કિમિથી વધુ છે અને મોટાભાગનો રહેણાંકવિસ્તાર અંધારિયો છે જેને લઇને પોલીસે શરૂ કર્યું શ્રમદા.

દિવાળીમાં ઘરે, દુકાન કે એટીએમમાં તસ્કરીના બનાવ અટાકવવા માટે પોલીસે લોકોને સાથે રાખીને શ્રમદાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગત વર્ષે દિવાળી સમયનો ક્રાઇમગ્રાફ પોલીસે અભ્યાસ કર્યો હતો અને તેમાં પણ કાળી ચૌદસના દિવસથી વસ્ત્રાલ, રામોલ વિસ્તારમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે શ્રમદાન પ્રોજેક્ટ શરૂ કર્યો.જેમાં રોજેરોજ કયા ફ્લેટ કે સોસાયટીમાં કોણ જાગશે તેનું અપડેટ આપવાનું નક્કી કર્યું. લોકો દિવાળી દરમિયાન આ પ્રોજેક્ટમાં જોડાયા. પોલીસ રાત્રે 12થી સવારે પાંચ વાગ્યા સુધી આ પ્રોજેક્ટ અંતર્ગત કામ પણ કરે છે અને લોકો પાસે કામ કરાવે છે.

રિંગરોડ હાઈવે, પાંચ કિલોમીટર જેવા બહોળો વિસ્તાર અને 100થી વધુ સોસાયટી અને ફ્લેટ ધરાવતા રમોલમાં સુરક્ષાની કામગીરી પોલીસ માટે પડકાર હતી.જોકે પોલીસે  શ્રમદાન પ્રોજેક્ટ થકી સમગ્ર વિસ્તારમાં સુરક્ષાનું કામ સરળ બનાવી દીધું. પોલીસે સોશિયલ મીડિયા વ્હોટસઅપ થકી ગ્રુપ બનાવ્યું છે. જેમાં રોજે રોજ કોણ જાગશે તે અપડેટ આપવાનું હોય છે. આ ગ્રુપથી પોલીસ  તેમના સંપર્કમાં રહે છે. રાતે જાગતા યુવાનો લાકડી, ટોર્ચ અને વ્હીસલ રાખે છે.તો પોલીસ પણ ઉજાગરો કરતી રહીશોની ટીમની મુલાકાત લેતી રહે છે. 

શ્રમદાન પ્રોજેક્ટ અંતર્ગત હાલ તો યુવાનો જાગે છે. પોલીસ તેમની પાસેથી અપડેટ મેળવતી હોય છે. લોકોને પણ આશા છે કે, આ પ્રોજેક્ટથી ચોરીના બનાવો અટકશે.

પાંચ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે રામોલ પોલીસ સ્ટેશન

100થી વધુ સોસાયટી અને ફ્લેટની સુરક્ષા બની હતી ચેલેન્જ

શ્રમદાન પ્રોજકેટ અંતર્ગત સુરક્ષાની કામગીર થઈ સરળ

Read Also 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!