GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદીઓ પાણી બચાવો! હવેના 5 વર્ષમાં શહેરને વધુ 19% પાણીની જરૂર પડી શકે

જો અમદાવાદ શહેર તેનો વર્તમાન વિકાસ દર જાળવી રાખે તો તેને આગામી 5 વર્ષમાં 2021ની તુલનામાં આશરે 19% વધુ પાણીની જરૂર પડશે. CEPT યુનિવર્સિટીના અભ્યાસમાં આ પ્રકારનો એક અંદાજ સામે આવ્યો છે. આ અભ્યાસ સિટી સ્ટુડિયો ઈનિશિએટિવનો એક ભાગ છે જેનું ટ્યુટર રૂજુલ જોશી દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

water

2021ના ડેટા અનુસાર શહેરનો માથાદીઠ પાણીનો વપરાશ 135 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ હતો. 

અભ્યાસમાં જણાવાયું છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં આગામી 5 વર્ષમાં અંદાજિત પાણી વપરાશ વૃદ્ધિ 19% એટલે કે, 273થી 325 મિલિયન લીટર પ્રતિ દિવસ (MLD) જ્યારે તેની સરખામણીએ શહેરના પશ્ચિમી વિસ્તાર માટે 17% એટલે કે, 174થી 204 MLD છે.

અભ્યાસમાં શહેરને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું

અભ્યાસમાં શહેરને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે, ફ્રિન્જ કે જ્યાં વધુ ખાલી જમીન ઉપલબ્ધ છે, શહેરનો મુખ્ય કે મધ્ય ભાગ, કોર તથા BRTS અને MRTSની ઉપસ્થિતિ ધરાવતો ટ્રાન્ઝિટ ઈન્ફ્લુઅન્સ્ડ ઝોન. અભ્યાસમાં 3 શ્રેણીઓ માટે અનુક્રમે 4%, 2% અને 3.2%ના વિકાસ દરને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. 

જોશીએ જણાવ્યું કે, પ્રોજેક્શનનો વિચાર લીનિયર અને પ્રગતિશીલ વૃદ્ધિ વચ્ચેના તફાવતને હાઈલાઈટ કરવાનો હતો. લીનિયર વૃદ્ધિ વસ્તી ગણતરીના અંદાજો પર આધારિત છે, જ્યારે બજારના અંદાજો જે સુધરેલા અર્થતંત્રના દૃશ્ય તરીકે પણ ઓળખાય છે તે ઉચ્ચ વૃદ્ધિ દર દર્શાવે છે. વધુમાં જણાવ્યું કે, આવા અંદાજો પ્લાનર્સને વધુ સારો સીનારિયો આપી શકે છે અને મુખ્ય કે મધ્ય ભાગ-કોર વિસ્તારોની સરખામણીએ કિનારે-ફ્રિન્જ વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 

READ ALSO

Related posts

વલસાડ / સરકારી જમીન પર કબ્જાની ફરિયાદ કરનાર પર હુમલો કરનારા 15 લોકો સામે નોંધાયો રાયોટીંગનો ગુનો, જાણો શું છે મામલો

Hemal Vegda

નડિયાદ / સ્કૂલમાં વિધર્મી વિદ્યાર્થીઓએ ગરબામાં ઘુસી શાંતિ ડહોળવાનો કર્યો પ્રયાસ, પ્રિન્સિપાલ અને વિધર્મી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ

Hemal Vegda

ગાંધીનગર / કાલોલ અડાલજ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, વાહનની અડફેટે એક યુવાનનું મોત, એક ગંભીર

Hemal Vegda
GSTV