GSTV
Home » News » અમદાવાદના વિવેકદાસને સ્કૂલ પ્રવેશમાં નડી રહી છે નીતિ નિયમોની આંટીધૂંટી, રજૂઆત સાંભળી પણ અમલવારી ન થઈ

અમદાવાદના વિવેકદાસને સ્કૂલ પ્રવેશમાં નડી રહી છે નીતિ નિયમોની આંટીધૂંટી, રજૂઆત સાંભળી પણ અમલવારી ન થઈ

અમદાવાદમાં એક અજોબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીને ભણવું છે સાથે સાથે પોતાના નાના ભાઈ બહેનને પણ ભણાવવા છે પરંતુ સરકારી સીસ્ટમ આ વિદ્યાથી સામે દીવાલ બની છે.

અમદાવાદમાં શાહીબાગ નજીક ગોપાલજીની ચાલીમાં રહેતો વિવેકદાસ નામનો કિશોર થોડાક દિવસો અગાઉ શાહીબાગથી લઈને ગાંધીનગર સચિવાલય સુધી ચાલતો તો કોઈની લીફ્ટ માંગીને પોહ્ચ્યો. આ બાળકની રજૂઆત અને માંગણી એટલી જ છે કે તેના નાના ભાઈ બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમીશન મળી જાય પરંતુ સરકારી સીસ્ટમના ગૂંચવાળા ભર્યા વમળોને લીધે હજી સુધી તેના ભાઈ બહેનને એડમીશન મળ્યા નથી તે પણ હકીકત છે.

શિક્ષણ મંત્રી અને અમદાવાદ કલેકટરનો આ લેટર પેડ વિવેક દાસ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો પણ પછી આ લેટરપેડ કાગળનો વાઘ સાબિત થયો. વિવેકદાસના પ્રયાસોના કારણે સરકરી બાબુઓએ તેની રજૂઆત તો સાંભળી પરંતુ તેની અમલવારી હજી સુધી થઈ નથી. વિવેકદાસનું સ્વપ્ન IAS ઓફિસર બનવાનું છે. પરંતુ સિસ્ટમની આંટી ઘૂટીમાં તે અટવાઈ ગયો છે.

અત્યંત ગરીબીમાં ઉછેરી રહેલા વિવેકદાસની સમજ શક્તિ અને કોઠાસુજને જોઇને સૌ કોઈ અચંબામાં પડી જાય છે. ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂકેલો વિવેકદાસના ચહેરા પર તેના ભવિષ્યની ચિંતા કરતાં નાના ભાઈબહેનના ભવિષ્યની ચિંતા વધુ સ્પષ્ટ દેખાય છે. એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કોઈપણ બાળક ભણવાના અધિકારથી વંચિત ન રહેવો જોઈએ. ત્યારે એક કિશોરને તેના નાના ભાઈ બહેનના અભ્યાસના અધિકારને ભટકવું પડે અને અંતે છેક સચિવાલયના પગથિયા ચઢવા પડે તે રાજ્ય સરકાર માટે પણ શરમજનક કહી શકાય.

Read Also

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

પંચામૃત ડેરીએ ફેટના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!