GSTV

અમદાવાદ: વેપારી સાથે મિત્રતા કેળવીને ૬૩ લાખ રૂપિયાની ચિંટીગ કરનાર ત્રણ આરોપીની સાબરમતી પોલીસે કરી ધરપકડ

fraud

Last Updated on July 27, 2021 by pratik shah

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક વેપારી સાથે મિત્રતા કેળવીને ૬૩ લાખ રૂપિયાની ચિંટીંગ કરનાર ત્રણ આરોપીની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે.. આ ત્રણેય આરોપીઓમાં વસંત પંચાલ.. પાર્થ પંચાલ અને ચેતન બારોટનો સમાવેશ થાય છે… આ ત્રણેય આરોપીઓ પૈકી બે આરોપી વસંત પંચાલ અને પાર્થ પંચાલ બાપ-બેટો છે.

જ્યારે મુખ્ય આરોપી ચેતન બારોટ છે…. ચેતન બારોટે ફરિયાદી કલ્પેશ શાહને બાવળા ખાતે એક જમીન વેચવાના બહાને તથા covid મહામારીમાં માસ્ક સેનેટાઈઝર તથા હેન્ડ ગ્લોઝનો ધંધો શરૂ કરી વધુ પ્રોફિટ કમાવવાના બહાને ખોટા કાગડિયા બનાવી લાખો રૂપિયા પચાવી દીધા હતા. જોકે ચેતન બારોટને આટલી ઠગાઈમાં સંતોષ ન થયો અને થોડાક સમય બાદ આરોપી બાપ દીકરાનો સંપર્ક કરાવ્યો.

આરોપી ચેતન બારોટ અને  આરોપી બાપ દીકરાએ ફરિયાદીને ઓઢવમાં એક પ્લોટ પડયો હોવાનું કઈ તેની પર સ્કીમ બનાવીને વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી ડુપ્લીકેટ દસ્તાવેજો બતાવી આ ત્રણેય આરોપીઓ ભેગા થઈને ટુકડે ટુકડે ૭૫ લાખ રૂપિયા લઈ ઠગાઈ આચરી હતી. જોકે આરોપીઓએ દસ લાખ રૂપિયા પરત આપી બાકીના ૬૫ લાખ રૂપિયા પરત ન આપવાનું કહી ફરિયાદીને ધાક-ધમકી આપતા હતા. અંતે ફરિયાદીએ આ સમગ્ર ઘટનાને લઇને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતીપોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!