GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોન્ટ્રાક્ટ કિલીંગ/ પત્ની કેસ જીતી પણ જિંદગી હારી: સેન્ટ્રલ IBના ઇન્સ્પેક્ટરે પત્નીની સોપારી હત્યા કરાવી, વેજલપુરની કોહવાયેલી લાશનો ભેદ ઉકલ્યો

હત્યા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2માંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહિલાના હત્યા પાછળ પતિનું ષડયંત્ર હોવાનું ખુલતા ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ હત્યાના ષડયંત્રમાં હજી ફરાર ત્રણ આરોપીઓને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હત્યા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ -2માં તાજેતરમાં એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થિયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી હતી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.

ઝોન 7 એલસીબી ટીમે ખલીલુદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનિષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલુદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિ એ જ આ કામ તેમને સોંપ્યું હતું. મહત્વનું છે કે મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલઉદ્દીનની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલુદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખલીલુદીનને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખલીલુદ્દીને પોતાને બે સાગરીતો સાથે 10 દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષા બેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.

મૃતક મહિલા

મળતી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જેથી આ કેસ કોર્ટમાં ગયો હતો. મહિલા પોતાના પતિ સામે કેસ જીતી ગઈ હતી. જેથી પતિએ પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

હાલ તો હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક જ આરોપી તેલંગાણા થી પકડાયો છે. જ્યારે આઈબી પતિ ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલ સતીશ અને જાવેદ નામના બંને શખ્સોની પોલીસ ધરપકડ કરી વધુ ખુલાસા હત્યા કેસમાં કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Karan

મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો

Bansari Gohel
GSTV