GSTV

અમદાવાદમાં 100 દિવસ બાદ સંક્રમણનો આંક 150ની નીચે આવ્યો, રાજ્યમાં 10 દિવસમાં વધ્યા 11 હજાર નવા કોરોના પોઝીટીવ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો 10 દિવસમાં 11 હજારથી વધારે આવ્યા છે. રાજ્યમાં સળંગ 5મા દિવસે પણ 1,136 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 26 હજારથી વધારે ટેસ્ટિંગ કરાયા છે. તે દરમિયાન આજે 1136 નવા પોઝીટીવ સાથે રાજ્યમાં સંક્રમણનો આંક 62574 ને પાર કરી ગયો છે.

અમદાવાદમાં મે મહિનામાં 9154 નવા કેસો આવ્યા

રાજ્યમાં આજે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના મહામારીના કેસમાં રાજકોટ ગાંધીનગરમાં પણ વધ્યા છે. અમદાવાદમાં 100 દિવસ બાદ 150થી નીચે આંક આવ્યો છે. આજે અમદાવાદ શહેર જિલ્લામાં મળીને કુલ 146 નવા પોઝીટીવ કેસ આવ્યા છે.અમદાવાદમાં 22 એપ્રિલે કોરોના સંક્રમણનો આંક 135 હતો. 23 એપ્રિલે સંક્રમણનો આંક 151 થયા બાદ સતતઆ ગતિમાં વધારો થયો હતો. મે મહિનામાં સંક્રમણની સંખ્યા સતત 200ને પાર રહી હતી. અમદાવાદમાં મે મહિનામાં 9154 નવા કેસો આવ્યા હતા. જૂન મહિનામાં 8733 નવા કેસ આવ્યા હતા. જૂલાઈ મહિનામાં 5603 નવા કેસ આવ્યા હતા.

રાજ્યમાં સાજા થનારાની સંખ્યા 45 હજારને પાર થઈ

રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમદાવાદમાં આજે 146 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં સંક્રમણનો આંક 26662 થયો છે. તો કોરોનાથી મોતનો આંક પણ 1602 થઈ ગયો છે. સુરતમાં સંક્રમણનો આંક 13 હજારને પાર થઈ ગયો છે. સુરતમાં આજે વધુ 262 નવા કેસ આવ્યા છે. વડોદરામાં સંક્રમણનો આંક 5 હજાર પહોંચી ગયો છે. રાજ્યમાં રાજકોટમાં પણ કોરોના સંક્રમણના આંક 2 હજારની નજીક પહોંચી ગયા છે.રાજ્યમાં વધુ 875 લોકો સાજા થતાં રાજ્યમાં સાજા થનારાની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાને હરાવી 45782 લોકોને ડિસ્ચાર્જ અપાઈ ગયું છે.

READ ALSO

Related posts

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

Bansari

સાઈબર એક્ષપર્ટે ઈન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કે અપડેપ ન કરવાની આપી ચેતવણી, તમારો ફોન થઈ શકે છે હેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!