અમદાવાદઃ ટ્રાફિક પોલીસ હવે મેમો નહીં આપે પણ તમારું લાઈસન્સ જ રદ કરી નાખશે

અમદાવાદમાં હવે વાહન ચલાવવું હશે તો ખુબ સાંભળીને ચલાવવું પડશે અને સાથે જ ટ્રાફિક અને સરકારના નિયમો મુજબ વાહન ચલાવવું પડશે. એક પણ નાનકડી ગફલત કરવામાં આવશે તો હવે વાહન ચાલકનું લાયસન્સ સ્થળ ઉપર જ ટ્રાફિક પોલીસકર્મી અને આરટીઓના કર્મચારીઓ રદ કરી શકશે. તો આવો જોઈએ હવે ક્યાં ક્યાં નિયમનું ઉલ્લંઘન થશે તો વાહન ચાલકનું લાયસન્સ કાયમી ધોરણે રદ થઇ જશે.

વાહન ચાલકોએ હવે રસ્તા પર વાહન ચલાવવું એટલે અગ્નિ પરીક્ષા જેવું છે. અનેક નવા નિયમો આવ્યા છે. જેમાં વધુ કડક નિયમોમાં તો લાયસન્સ રદ કરવાની જ વાત કરાઇ છે.
જેમાંજેવા કિસ્સામાં વાહન ચાલકની સામે લાયસંસ રદ કરવા સુધીના પગલા ભરાશે. આ માટે આરટીઓ અધિકારીઓને લાયસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા અપાઇ છે. અત્યાર સુધી પાંચથી વધુ મેમો હોય તો વાહનના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને જાણ કરાતી હતી.
40 હજારથી વધુ અરજીઓ આરટીઓમાં પેન્ડિંગ છે. સમયના અભાવે લાઇસન્સ સસ્પેન્ડની પ્રક્રિયા ઝડપી થઇ શકતી નથી.

સરકારે સુનાવણી કરી લાઇસન્સ સસ્પેન્ડની સત્તા સોંપતા હવે સ્થિતિ વધુ કથળશે. તેવું પૂર્વ અધિકારીઓ જણાવી રહ્યા છે. લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે સુનાવણીની કાર્યવાહી કરવા આરટીઓમાં સાત અધિકારીને જવાબદારી સોંપાઇ છે. સુભાષબ્રિજ આરટીઓ ખાતે લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે બપોર 3થી 6માં સુનાવણી થશે. ટ્રાફિક પોલીસ-વાહન ચાલકની દલીલો સાંભળી આરટીઓ અધિકારી કેટલા સમય માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવું તેનો નિર્ણય લેશે.
ટ્રાફિકના નિયમના ભંગના કોઈપણ ગુનામાં ઓછામાં ઓછું ત્રણ મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ થશે.

વાહન અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકોના લાઇસન્સ ટ્રાફિક પોલીસ જમા લઇ લેશે. જમા લીધેલું લાઇસન્સ આરટીઓને સોંપી દેવાશે. અકસ્માતમાં સામાન્ય ઇજા હશે તો આરટીઓમાં ત્વરિત સુનાવણી કરાશે અને ગંભીર ઇજા હશે અથવા મૃત્યુ થયું હશે, તેવા કિસ્સામાં બંને પક્ષને સાંભળ્યા પછી જ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter