GSTV

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Last Updated on June 14, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બનતા તાબડતોડ પાર્કિંગ પ્લોટ તેમજ રસ્તા પરના પાર્કિંગ મુદ્દે AMC અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી. પરંતુ 3 વર્ષ બાદ પણ સ્થિતિ સુધરી નથી. રસ્તા પર પાર્કિંગ ના થાય તે માટે બનાવવામાં આવેલા પ્લોટમાં ચોમાસામાં પાણી ભરાય છે તે કેટલીક જગ્યાએ આવાં પાર્કિંગ પ્લોટમાં દબાણ કરવામાં આવે છે તો કેટલાંક કોમ્પ્લેક્સમાં પાર્કિંગ જ નથી. જેથી કરીને લોકોએ રોડ પર જ તેમનું વાહન પાર્ક કરવું પડે છે. આમ, લૂંટાવાનું તો જનતાને જ આવે છે. ત્યારે ટ્રાફિક પોલીસે કોરોનાના 2 વર્ષમાં 1 લાખ 38 હજાર જેટલા કેસ કરીને 8 કરોડથી વધુનો દંડ રોડ પર પાર્કિંગ કરતા શહેરીજનોને ફટકાર્યો છે.

વર્ષનો પાર્કિંગટોઇંગ કેસ
202039, 86536, 900
202135, 32225, 976

બીજી બાજુ અમદાવાદમાં પણ માસ્ક વિના ફરતા લોકો પર પોલીસની તવાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની લહેર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ રાજ્યમાં હજુ પોલીસ દંડ ફટકારવામાં સતત સક્રિય છે. માસ્કના પણ દંડ પણ હજુ યથાવત છે. તમને જણાવી દઇએ કે, તારીખ 11 જૂનના રોજની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વગર માસ્કે ફરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરતા 10 દિવસમાં પોલીસે કુલ 22 હજાર લોકોને માસ્ક વિનાના ઝડપી પાડ્યાં છે.

મે મહિનામાં 5 કરોડ 67 લાખ 25 હજારનો દંડ વસૂલાયો

છેલ્લાં 2 મહિનાની જો વાત કરીએ તો એપ્રિલ મહિનામાં કુલ 5 કરોડ 23 લાખ 11 હજારનો દંડ વસૂલાયો છે. તો મે મહિનામાં 5 કરોડ 67 લાખ 25 હજારનો દંડ વસૂલાયો છે. અમદાવાદ શહેરમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 49 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.

માસ્કનો દંડ

મહીનોદંડની રકમ
એપ્રિલ5,23,11,000
મે5,67,25,000

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!