GSTV

તહેવારોમાં ઘરમાંથી વાહન કાઢતાં પહેલાં મેમા જોઈ લેજો : 1.10 અબજ વસૂલવા પોલીસે ઘડ્યો છે આ પ્લાન, વાહન ઘરે નહીં પોલીસ સ્ટેશને પહોંચશે

ટ્રાફિક

શહેરના લાખો લોકો પર દિવાળી પહેલાં જ 1.10 અબજનું તોસ્તાન દેણું છે અને એ દેવું પણ ટ્રાફિક પોલીસનું છે. કોરોના પછી ધંધા રોજગાર માંડ પાટે ચડી રહ્યાં છે ત્યારે ટ્રાફિક પોલીસે ફરી વખત ટ્રાફિક નિયમભંગની કડક ઉઘરાણી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ વાહનચાલકને ઝડપી લીધા પછી એક સાથે અનેક મેમાની ઊઘરાણી કરવા લાગતાં લોકો હતપ્રભ થઈ જાય છે.

શહેર ટ્રાફિક પોલીસે વિતેલા પાંચ વર્ષ દરમિયાન મેમો ફટકારવામાં આવ્યો હોય અને દંડ ભરપાઈ કરાયો ન હોય તેની ઉઘરાણી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે જૂની ઉઘરાણી પકાવવાની શરૂઆત છ મહિનાથી કરી છે. છ મહિના પહેલાં કુલ 59 લાખ મેમાની વસૂલાત બાકી હતી તેમાંથી અંદાજે 18 લાખ જુના મેમાના કરોડો રૂપિયા વસૂલી ચૂકાયાં છે. આમ છતાં, 40 લાખથી થોડા વધુ મેમાપેટે 1.10 અબજ એટલે કે 110 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાની હજુ બાકી છે. આવનારાં દિવસોમાં ટ્રાફિક પોલીસ અટકાવીને અગાઉના જુના મેમાની રકમ માગે તો ચોંકતાં નહીં. સીસીટીવીથી ઈ-મેમો પ્રથા ચાલુ છે અને પોલીસ દરરોજ 2000થી વધુ મેમો બનાવે છે.

શહેરની ટ્રાફિક પોલીસ ફરી એકવાર થઇ સક્રિય

બાઈક

શહેરના રસ્તા પર ફરી એક વખત ટ્રાફિક પોલીસ સક્રિય થઈ ગઈ છે. ટ્રાફિક નિયમભંગ બદલ અગાઉ કરતાં વધુ દંડ વસુલવામાં આવતો હોવાથી પ્રજાજનોમાં આક્રોશ તો છે. પણ, ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકને અટકાવે તે સાથે જ પોતાની પાસે રહેલા મોબાઈલ ડીવાઈસમાં ખાસ પ્રોગ્રામમાં વ્હીકલ નંબરના આધારે બાકી મેમા અને દંડની રકમ જોઈ લે છે.

ટ્રાફિક મેમોની જુની વસૂલાત કરવા માટે તમામ ટ્રાફિક પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2015થી ઈ-ચલાન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસ દંડ વસુલાત કરે છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને સમગ્ર શહેરને સીસીટીવી પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવ્યું છે. શહેરના 120 જેટલા મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકને મેમો એટલે કે ઈ-ચલાન ઘરબેઠાં પહોંચતાં કરવામાં આવે છે. અમદાવાદમાં વર્ષ 2015થી શરૂ કરવામાં આવેલી ઈ-ચલાન મેમો સિસ્ટમથી એક કરોડથી વધુ મેમો મોકલાઈ ચૂક્યાં છે. અડધા કિસ્સામાં દંડ વસુલાત થઈ ચૂકી હતી. છ મહિના પહેલાં પોલીસે જૂના મેમાની દંડ વસુલાત શરૂ કરી ત્યારે કુલ 59 લાખ મેમાની વસૂલાત બાકી હતી.

6 મહિનામાં 18 લાખ લોકો પાસેથી જૂની બાકી રકમની ઉઘરાણી

ગાઇડલાઇન

છ મહીનામાં પોલીસે 18 લાખ લોકો પાસેથી જૂની બાકી રકમની ઉઘરાણી પકાવવામાં સફળતા મેળવી છે. આમ છતાં, હજુ અંદાજે 40 લાખ લોકો પાસેથી 110 કરોડ એટલે કે 1.10 અબજ જેવી તોસ્તાન રકમની વસૂલાત બાકી છે. પોલીસે આ વસૂલાત કરવા માટે કડક ઉઘરાણી શરૂ કરી છે. ગુજરાત સરકારે બે મહીના પહેલાં ટ્રાફિક નિયમભંગ બદલ દંડની રકમમાં પણ ધરખમ વધારો કર્યો છે. એક સમય હતો કે જ્યારે પહેલો ઈ-મેમો આવે તો માત્ર 100 રૂપિયા દંડ હતો. આ સમયે મેમો મોકલવામાં આવે અને વસૂલાત થાય તેમાં પોલીસ માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ ંહતું.

હવે, ટ્રાફિક સિગ્નલ ભંગ, સ્ટોપ લાઈન ભંગ, ચાર રસ્તા પર રોન્ગસાઈડમાં નીકળે તેવા વાહનચાલકોને ઘરબેઠાં ઈ-મેમો મોકલવામા આવે છે. હવે, દંડની ન્યૂનતમ રકમ 500 રૂપિયા થઈ ચૂકી છે. એક જ પ્રકારનો નિયમભંગ કરવામાં આવે તો દંડની રકમ દોઢ ગણી કે બેગણી થઈ જાય છે. આ સંજોગોમાં ટ્રાફિક ઈ-મેમોની રકમ ભરપાઈ ન કરી હોય તો તોસ્તાન રકમ ભરવાનો વખત આવી શકે છે. જો કે, ટ્રાફિક પોલીસના અિધકારી સૂત્રોનું કહેવું છે કે, અનેક કિસ્સામાં વાહનના નંબરના આધારે તપાસ કરવામાં આવે ત્યારે સરનામું ખોટું હોય આૃથવા તો ઘર બદલી નાંખવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. મોટી રકમના મેમા બાકી હોય અને આવી સિૃથતિ જણાય તો વાહનમાલિક સુધી પહોંચવા માટે પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે.લાંબા સમયથી બાકી રકમની વસૂલાત માટે payahmedabadechallan.org પર ટ્રાફિક પોલીસ તપાસ કરવાનું શરૂ કર્યું છે. પ્રજાજનો પણ ઓનલાઈન ચેક કરી પોતાના બાકીના મેમાની જાણકારી મેળવી શકે છે.

હેલમેટ અને સિગ્નલ ભંગ બદલ 1.10 લાખ લોકો દંડાયા

વર્ષ 2020 દરમિયાન હેલમેટ અને સિગ્નલ ભંગ બદલ 1.10 લાખ વાહનચાલકો દંડાઈ ચૂક્યાં છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં સિગ્નલ ભંગ બદલ 4000થી વધુ ટુ વ્હીલર ચાલક, 2200થી વધુ થ્રી વ્હીલરચાલક, 3000થી વધુ કાર અને 3 ટ્રક પાસેથી કુલ 43 લાખ રૂપિયાની દંડ વસૂલાત કરવામાં આવી છે. જ્યારે, હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવતાં એક લાખ લોકો પાસેથી ચાલુ વર્ષે જ પાંચ કરોડથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. વિતેલા બે વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે છ લાખ આસપાસ વાહનચાલકો પાસેથી છ કરોડ જેટલી દંડની રકમ વસૂલી હતી. જો કે, ટ્રાફિક નિયમભંગના દંડની રકમમાં વધારો કરવામાં આવ્યાં પછી વર્ષ 2020માં એક લાખ લોકો પાસેથી જ પાંચ કરોડનો દંડ વસૂલાયચો છે.

Read Also

Related posts

ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ

Pravin Makwana

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી

Pravin Makwana

તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!