GSTV

અમદાવાદ : ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા યુવાનનો કોરોના પોઝિટીવ

corona

Last Updated on April 15, 2020 by Mayur

અમદાવાદના હેબતપુર સર્કલ ખાતે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી કાલુપુર પોલીસ સ્ટેશનના જે કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેની પાડોશમાં બાપુનગર ખાતે રહેતા હતા. અમદાવાદમાં પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગવાનું શરૂ થઇ ગયું છે. જેને લઈને સમગ્ર પોલીસ તંત્રમાં ફફળાટ વ્યાપ્યો છે. ફરજ દરમ્યાન સતર્કતા અને કાળજી રાખવાની સાથે જરૂરી નિયમોનું તમામ પોલીસ કર્મચારીઓ પાલન કરી રહ્યા છે. 14 તારીખના રોજ હેબતપુર સર્કલ ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી સાથે ફરજ બજાવતા અન્ય દસેક જેટલા કર્મચારીઓની પણ મેડિકલ તપાસ થશે અને તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

પાંચ જિલ્લા હોટસ્પોટ જાહેર

રાજ્યમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી કોરોનાની મહામારીના કારણે હવે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્યના પાંચ જિલ્લાઓને હોટસ્પોટ ઘોષિત કરી દીધા છે. આ હોટસ્પોટ વિસ્તારમાં મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચે જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

સંક્રમિતોની સંખ્યા 12 હજારે પહોંચવામાં આવી

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 હજારે પહોંચવા આવી છે. દેશમાં કોરોનાને કારણે 403 લોકોના મોત પણ થયા છે. કોરોનાના હજુ પણ દેશમાં એક્ટિવ કેસ 10042 છે. જ્યારે 1,400 લોકોને રીકવર પણ થયું છે. બુધવારે મહારાષ્ટ્રમાં નવા 117 દર્દીઓ ઉમેરાતાં કુલ સંખ્યા 2801 પર પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રમાં એકલા મુંબઈમાં કોરોના સંક્રમણનો આંક 1756 પર પહોંચી ગયો છે. તે પછી પુણેમાં 351 છે તો થાણેમાં પણ 270 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 178નાં મોત

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 178 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં પણ બુધવારે નવા 56 કેસ સામે આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી રૃપાણીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. દેશમાં આજે નવા 349 તે, નોંધાતા કુલ કોરોના સંક્રમિતોનો આંક 11838 થયો છે. દેશમાં એવા કેટલાક સેન્ટરો છે જ્યાં હોટસ્પોટ જાહેર કરાયા છે. જો આ વિસ્તારોમાં કોરોનાને નિયંત્રિત કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખૂબ જ વણસી શકે છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ દેશમાં અત્યાર સુધી એવા 170 જિલ્લાઓમાં હોટસ્પોટ જાહેર કર્યા છે. અને 270 જિલ્લામાં સંક્રમણ વધવાની આશંકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ 10 એપ્રિલે 871, 11 એપ્રિલે 854, 12 એપ્રિલે 758, 13 એપ્રિલે 1243 અને 14 એપ્રિલે 1035 કેસ નોધાયા હતા.

મંગળવાર સુધીમાં 170 જિલ્લાઓ મળી આવ્યા

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના સંક્રમણ માટે દેશમાં ત્રણ કેટેગરીઝ હોટસ્પોટ્સ, નોન-હોટસ્પોટ્સ અને ગ્રીન ઝોન બનાવવામાં આવ્યા છે. મંગળવાર સુધીમાં આવા 170 જિલ્લાઓ મળી આવ્યા છે, જેને હોટસ્પોટ જાહેર કર્યા હતા. 207 અન્ય જિલ્લાઓ અત્યારે હોટસ્પોટ નથી, પરંતુ તેમાં કોરોનાનું સંક્રમણ વધવાથી કેસોમાં વધારો થવાની સંભાવના છે. કેસોની સંખ્યા અનુસાર, રાજ્યો પી.પી.ઇ કીટ મોકલવામાં આવી રહી છે. કુલ 73 લાખ પરીક્ષણ કીટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 23 લાખ મળી ચૂકી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના સામેની લડતમાં, રેલ્વે એપ્રિલ સુધીમાં 30,000 પીપીઈ કીટનું ઉત્પાદન કરશે. ત્યારબાદ મે સુધીમાં 1 લાખ કીટ આપવાનું લક્ષ્યાંક છે.

બંગાળમાં લોકડાઉન લાગુ કરવા માટે પેરા સૈન્ય લાગુ કરો: રાજ્યપાલ

રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું કે બંગાળમાં મમતા સરકાર 100% લોકડાઉન અને સામાજિક અંતરનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તેથી, સરકારે અહીં અર્ધ લશ્કરી દળ તૈનાત કરવું જોઈએ. જેથી કોરોના સામેની લડતને મજબુત બનાવી શકાય

READ ALSO

Related posts

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

સ્પષ્ટતા / TET 1 અને 2ના પાસ ઉમેદવારો સામે માત્ર આટલાં જ લોકોની કરાઇ નિમણૂંક, સરકારનો લેખિતમાં જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!