GSTV

કાર્યવાહી / અમદાવાદીઓ ચેતીને રહેજો, કોરોના કાળ દરમ્યાન ના ના કરતી ટ્રાફિક પોલીસે વસૂલ્યો કરોડોનો દંડ

traffic rules

Last Updated on July 27, 2021 by Karan

અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે જો ટ્રાફિકનાં નિયમોનું પાલન નહીં કરો તો દંડ ભરવો પડશે. ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા શહેરીજનો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ચાલુ વર્ષે કોરોના કાળમાં થોડોક સમય માટે ઈ-ચલણ બંધ કરાયું હતું છતાં પણ પોલીસે ચાલુ વર્ષ દરમ્યાન 45 કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસેથી વસૂલ્યો છે.

ઇંશ્યોરન્સ

કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોકડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે નિયમોનું પાલન ન કરવું તમને ભારે પડી શકે છે. કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાંની જેમ વેગવાન બનાવી છે. હાલમાં રોજનાં 2 હજારથી 2500 ઈ–ચલણ ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા લોકોને મોકલવામાં આવી રહ્યાં છે. જેથી હેલ્મેટ વિના, સીટ બેલ્ટ પહેર્યા વિનાં તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહનો ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

  • ટ્રાફિકનાં નિયમોના ભંગ કરતા લોકો સામે તવાઈ
  • ટ્રાફિક પોલીસે ઈ-ચલણનાં દંડ પેટે ચાલુ વર્ષમાં 45 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે
  • હજૂ પણ 1.54 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી
  • 14 જેટલાં વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ આવનારા દિવસોમાં યોજશે ડ્રાઈવ
traffic

ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં ટ્રાફિક ડીસીપીનાં 5-5 સ્કવોર્ડ બનાવવામાં આવ્યાં છે. જે સ્ક્વોર્ડ અલગ-અલગ પોઈન્ટ ઉપર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણ વસૂલવાની કામગીરી કરી રહી છે. ત્યારે 28મી જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 2369 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યાં હતાં. જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે. ત્યારે ચાલુ મહિને 19.87 લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે 44 લાખની રકમ હજુ સુધી શહેરજનો પાસે વસૂલવાની બાકી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ-મેમોનાં દંડ તરીકે વસૂલ્યાં છે જ્યારે હજુ પણ 154 કરોડ રૂપિયાનાં દંડ વસૂલવાનાં બાકી છે.

મહત્વનું છે કે શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. ત્યારે હજુ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈટમાં વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઊભી રહીને બાકી રહેલા ઈ-ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!