GSTV

આનંદો/ અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં : 28 હજાર કરોડના ખર્ચે સરકાર દોડાવશે સેમી હાઈસ્પીડ ટ્રેન, અહીંથી લેશે લોન

અમદાવાદ

Last Updated on June 14, 2021 by Damini Patel

વિધાનસભાની ચૂંટણીને આડે દોઢ વર્ષનો સમય છે ત્યારે અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે એક તરફ એનવાયર્નમેન્ટ અને સોશ્યલ ઇમ્પેક્ટ સ્ટડીઝ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે તેના ખર્ચ માટે રાજ્ય સરકારે વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કની લોન સહાય માટે નજર દોડાવી છે. સરકારને આશા છે કે આ પ્રોજેક્ટ માટે વિદેશી બેન્કની લોન પ્રાપ્ત થશે.

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જી-રાઇડ) દ્વારા પ્રોજેક્ટના વિવિધ અભ્યાસ શરૂ કરવા માટે સલાહકારોને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે રાજ્ય સરકારે વિદેશી બેન્કોમાંથી લોન સહાય મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે. જી-રાઇડના અઘિકારીઓ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા વિવિધ બહુપક્ષીય ધિરાણ એજન્સીઓ સાથે વાટાઘાટોમાં વ્યસ્ત છે.

પ્રોજેક્ટમાં છ સ્ટેશનો

સેમી હાઇસ્પીડ રેલવેનો આ પ્રોજેક્ટ અમદાવાદ અને રાજકોટને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં રહેશે. અમદાવાદમાં ટેકઓફ પોઇન્ટ સાબરમતીમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં છ સ્ટેશનો રહેશે.

રેલવે ટ્રેકની લંબાઇ 227.6 કિલોમીટર હશે અને પ્રોજેક્ટની કુલ કિંમત 28000 કરોડથી વધુની અંદાજવામાં આવી છે. આ લાઇન પર ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 160 કિલોમીટરની હોવાથી અમદાવાદ થી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે, જે અત્યારે સાડા ચાર કલાક થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર સાથે જોડવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ વર્ષે વર્ષે 50 લાખથી વધારે મુસાફરો અવરજવર કરે છે ત્યારે આ પ્રોજેક્ટથી હાઇવે પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ પ્રોજેક્ટથી 2300 ડાયરેક્ટ અને 7300 ઇનડાયરેક્ટર નોકરીની તકો સર્જાશે.

Read Also

Related posts

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!