અમદાવાદના ચાંદખેડામાં આવેલી ટીએલજીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની બેદરકારીના કારણે ગઈકાલે 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તો બીજી તરફ અન્ય એક પરિવારનો આક્ષેપ છે કે, આવી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવામાં આવે.
હોસ્પિટલના ડોક્ટર્સ વિરૂદ્ધ માનવઅપરાધનો ગુનો દાખલ કરવામાં આવે, રાજેશ ઠાકુર નામના શખ્સે પોતાની પત્નીને ટીએલજીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત થયુ હતું. હોસ્પિટલમાં એડમિટ થવાના લાખો રૂપિયા માગવામાં આવે છે. મારી પત્નીની તબીયત વધુ ખરાબ થઈ તો હોસ્પિટલે મારી પાસેથી બ્લૅક ચેક લીધો હતો.
આ પહેલા પણ TLGH હોસ્પિટલ વિરુદ્ધ અનેક લોકોએ ફરિયાદ કરી છે. 14મી સપ્ટેમ્બરના રોજ પંકજ મોદી નામના દર્દીએ ફરિયાદ કરી હતી. પંકજ મોદીના જણાવ્યા પ્રમાણે TLGH કોવિડ હોસ્પિટલ હોવા છતાં આ હોસ્પિટલમાં પાર્ટીઓ કરવામાં આવે છે. હોસ્પિટલમાં કોઈ ડોક્ટર્સ જ નથી. હોસ્પિટલના સ્ટાફના ખરાબ વર્તનના કારણે અમે બે દિવસમાં રજા લઈ લીધી હતી. હોસ્પિટલ દ્વારા કોરોનાના નામે ખુલી લૂંટ ચલાવવામાં આવી રહી છે.
READ ALSO
- Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ
- થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
- ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ
- ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ
- તૈયાર થઇ જાઓ/ 1 ફેબ્રુઆરીથી આપની લાઇફ સાથે જોડાયેલ આ સુવિધાઓમાં આવશે મોટો બદલાવ