GSTV

દેવુ વધી મિત્રએ મિત્રનાં ઘરમાં જ ચોરી કરવાનો બનાવ્યો માસ્ટર પ્લાન, પોલીસને ગણતરીના કલાકોમાં જ ત્રણેયને ઝડપી પાડવામાં મળી સફળતા

Last Updated on April 1, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં તાજેતરમાં જ થયેલી લાખોની ચોરીની ધટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે, પૂર્વ આયોજિત કાવતરું રચીને ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓ પાસે થી પોલીસે ₹7 લાખ રોકડા તેમજ ₹ 1.13 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા ત્રણેય આરોપીઓ સામે આરોપ છે ઘરફોડ ચોરીનો, એ પણ પોતાના જ મિત્રના ઘરમાં ચોરી કરવાનો.પણ ક્યાં ચોરી થઈ હતી એ જાણી લો પહેલા. ગત 28મી માર્ચે રાતના સમયે જુહાપુરામાં અજાણ્યા ઇસમોએ યુવકનાં ધરમાં રાખેલી પેટીમાંથી 7 લાખ રોકડ તેમજ 1 લાખ 13 હજારની કિંમતના દાગીના એમ કુલ મળીને 8 લાખ 13 હજારની ચોરી થઈ હતી. જે બાબતે વેજલપુર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી.

કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણે જણાએ ચોરીના ગુનાની કબુલાત કરી

આરોપીઓની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે ચોરીનો માસ્ટર પ્લાન તેના જ મિત્ર ઇમરાને બનાવ્યો હતો અને તેના માટે ખોટી બધાનું તરકટ રચી મકાનમાલિકને બહાર લઇ જવામાં આવ્યો. બાદમાં તે ધોળકા હઝરતશા બાવાની દરગાહ ખાતે ઇમરાન કુરેશીના દીકરાની બાધા પુરી કરવા ગયા,પરંતુ રિયાઝ કુરેશીની તબિયત સારી ન હોવાથી રીયાઝ આવ્યો ન હતો. જેથી આ ગુનામાં રિયાઝ કુરેશી પહેલેથી જ પોલીસનાં શંકાના દાયરામાં હતો, જેથી પોલીસે ઇમરાનની અને રિયાઝની પૂછપરછ હાથ ધરી હતી.જેમાં ઈમરાન અને રિયાઝના નિવેદનો અલગ-અલગ જણાઇ આવ્યા હતા.તેઓના પરિવારની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સલીમ કુરેશીને ચોરીનાં એક દિવસ પહેલાથી જ ઇમરાન કુરેશીના ઘરે રોકાયો હતો, જેથી પોલીસે બાતમીના આધારે સલીમ કુરેશીને ફતેવાડીથી ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિ અને કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણે જણાએ ચોરીના ગુનાની કબુલાત કરી હતી.

પોલીસે તપાસ કરતા ચોરી કરવા પાછળનો હેતુ સામે આવ્યો કે આરોપીના માથે દેવું થઈ જતાં અને હાલમાં જ તેને બાળક આવ્યું હોય અને વતનમાં જવાનું હોવાથી પૈસાની તંગીને કારણે પોતાના બંને મિત્રો રિયાઝ અને સલીમ સાથે મળીને આ કામના ફરિયાદીના ઘરે ચોરી કરવાનું આયોજન કર્યું હતું.ઈમરાન કુરેશીએ ફરિયાદીને કોઈ પણ બહાને બહારગામ લઈ જવાનું નક્કી કરી અને મિસકોલ મારીને અન્ય શખ્સોને પોતે ઘરની બહાર નીકળી ગયા તે અંગેની સાઇન આપશે, જે પછી અન્ય આરોપીઓ ફરિયાદીના ઘરમાં જઈને ચોરીને અંજામ આપવાનું નક્કી કરાયું હતું.ચોરીમાં જે પણ વસ્તુઓ મળે અથવા તો રોકડ મળે તેને સરખા ભાગે વેચવાનું નક્કી કરાયું હતું.

ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા

ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલ પહેલાં રિયાઝના ઘરે અને તે બાદ ઇમરાનના ઘરે રાખ્યો હતો, જેથી ઇમરાનને સાથે રાખીને વેજલપુર પોલીસે 7 લાખ રોકડ અને સોના-ચાંદીના 1.13 લાખની કિંમતના દાગીના એમ કુલ મળીને 8.30 લાખ ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મામલે વેજલપુર પોલીસે જુહાપુરાના ઇમરાન કુરેશી, રિયાઝ કુરેશી અને મહંમદ સલીમ કુરેશીની ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તેમજ ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી મોહંમદ સલીમ વર્ષ 2015માં રાજસ્થાન અજમેર ખાતે હત્યાના ગુનામાં પકડાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હાલ તમામ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO :

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!