GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અમદાવાદમાં કોરોનાનો કહેર વધ્યો, શહેરના આ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા

રાજ્યમાં લોકડાઉન વચ્ચે પણ કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના કેસમાં સૌથી વધારે અમદાવાદમાં હોવાથી સિટી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. શહેરના કાલુપુર દરવાજા સહિતના સીટી વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે. સાથે જ ત્યા તંત્ર દ્વારા સેનેટાઈઝીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, શહેરના સિટી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા સિટી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છેઅને કડક કામગીરી પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં કોરોનાના 83 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક 83નો થયો છે.ત્યારે અમદાવાદમાં ગઈકાલે બપોર બાદ જે નવા છે કેસ નોંધાયા છે. તે તમામ કેસ અલગ અલગ વિસ્તારના છે.

જેમાં ગોમતીપુરના ગજાનનનગર, દરિયાપુરના મોટી બલુચાવાડ, શાહઆલમના રસુલ બાગ વિસ્તારનો સમાવેશ થાય છે ..આ ઉપરાંત ફતેહવાડીના હલીમા મસ્જિગ. નવરંગ પુરા અને જમાલુપરના કુરશીદ રેસિડન્સીનો સમાવેશ થાય છે.

નહેરૂબ્રિજ અને કાલુપુર વિસ્તારમાં શાક માર્કેટ અને ફળ માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો

દેશના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોરોના પોઝિટીવના કેસો ન અટકતાં આજે એએમસીએ નહેરૂબ્રિજ અને કાલુપુર વિસ્તારમાં શાક માર્કેટ અને ફળ માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે વિસ્તારોને ક્લસ્ટર કવોરંટાઈન કર્યા છે એ તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ સાથે એસઆરપી ગોઠવાઈ છે. કોરોનાના કેસોમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદ વહીવટીતંત્ર કોઈ પણ સંજોગોમાં આ ચેપ વધુ વિસ્તારોમાં ફેલાય તેમ ઇચ્છતું ન હોવાથી કાર્યવાહી કડક થઈ રહી છે.

અમદાવાદમાં શંકાસ્પદ લોકોની ચકાસણી

શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોઝિટિવ કેસોના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશને 7 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરી છે. આ 7 વાન શહેરના 7 ઝોનમાં ફરશે અને તમામ શંકાસ્પદ લોકોની ચકાસણી કરશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે તમામ કલસ્ટર ઝોનમાં તેમજ જે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે ત્યાંના લોકોના ટેમ્પરેચરની ચકાસણી થર્મલ ગનથી કરવામાં આવશે. જે પણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાશે તેનો સ્થળ પર જ વાનમાં ટેસ્ટ કરવામાં આવશે.

READ ALSO

Related posts

સોલા સિવિલની લાલિયાવાડી: દર્દીને બારોબાર ઘરે લઇ ગયા સગા, કન્ટેઇનમેન્ટ ઝોન ખોલીને ફટાકડા ફોડ્યા!

Bansari

નિસર્ગ વાવાઝોડા સામે લડવા તંત્રની આ છે આગોતરી તૈયારીઓ, આટલા હજાર લોકોનું સ્થળાંતર

Arohi

રાજ્યસભાની ચૂંટણી વખતે એનસીપીમાં ડખા, શંકરસિંહ વાઘેલા પાસેથી પ્રમુખપદ છીનવાયું : શું બાપુ હવે એનસીપી છોડશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!