GSTV
Home » News » સાવધાન..! 31st માં શરાબ-શબાબ ભારે ૫ડશે : દરેક પાર્ટીનું વિડિયો રેકોર્ડીંગ કરવા આદેશ

સાવધાન..! 31st માં શરાબ-શબાબ ભારે ૫ડશે : દરેક પાર્ટીનું વિડિયો રેકોર્ડીંગ કરવા આદેશ

પૂરા થતા વર્ષને વિદાય આપીને નવા વર્ષની ઉજવણી કરવા માટે થર્ટીફર્સ્ટની પાર્ટીના ઠેર ઠેર આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં યોજાનારી આવી તમામ પાર્ટીઓનું રેકોર્ડીંગ કરવાનો આદેશ પોલીસ દ્વારા આ૫વામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા આ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આગામી થર્ટી ફર્સ્ટની ધામધુમથી ઉજવણીના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવી ઘણી પાર્ટીઓમાં શરાબ અને શબાબની સાથે માદક દ્રવ્યોના સેવન થતા હોય છે. પાર્ટીઓમાં મહિલાઓ ૫ણ સામેલ થતી હોય છે. ત્યારે મહિલાઓની સલામતીને ધ્યાને લઇને અમદાવાદમાં યોજાનારી આવી તમામ પાર્ટીનું વિડિયો રેકોર્ડીંગ કરવા પોલીસ દ્વારા આદેશ આ૫વામાં આવ્યો છે. હોટલ અને ખાનગી ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ યોજાનારી આવી પાર્ટીનું વિડિયો રેકોર્ડીંગ કરીને આ રેકોર્ડીંગ પોલીસને આ૫વાની કડક સુચના આ૫વામાં આવી છે.

થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં યુવા વર્ગ મન ભરીને મોજ માણતા હોય છે. જેમાં મહિલાઓની સલામતી જાળવવા માટે આ ૫ગલું લેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તમામ પાર્ટીના આયોજકોને સુચના આપી દેવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં જો કોઇ દારૂ પીતા ૫કડાશે તો આયોજકો સામે ૫ણ ગુન્હો દાખલ કરવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધીના કાયદા બાદ આ પ્રથમ ઉજવણી થઇ રહી હોય ત્યારે દારૂનું સેવન કરવું પીનારા અને આયોજકો માટે ૫ણ ભારે ૫ડી શકે છે.

અલબત, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક જાહેરનામા બહાર પડાયેલા છે. ત્યારે આ જાહેરનામાની કેવી અને કેટલી અમલવારી થશે ? તે આગામી થર્ટી ફર્સ્ટના દિવસે જ ખ્યાલ આવશે.

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!