ટ્રાફિકના નિયમો બદલાયા, 6 કેસમાં ઝડપાયા તો પોલીસ લાયસન્સ કરી દેશે રદ

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો આવ્યા છે. હવે પકડાયા તો તમારું લાયસન્સ જ સસ્પેન્ડ થઇ જશે. રાજ્યના મેગા સીટીમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી છે. આ દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનારની પણ નવાઇ નથી. ટ્રાફિકના નિયમોને અવગણીને થતા ડ્રાઈવીંગથી જ અકસ્માતો થાય છે. જેનો ભોગ નિયમો તોડનાર અને નિર્દોષ વ્યક્તિઓ ભોગ બને છે. જેના પગલે પોલીસ હવે કડક નિયમો અમલમાં લાવી રહી છે.

આટલા ગુનામાં લાઈસન્સ રદ થઈ શકે

  • રોંગ સાઇડે વાહન હંકારવું
  • સીટ બેલ્ટ ન બાંધ્યો હોય
  • મોબાઇલ પર વાત કરતા હોય
  • ડ્રીંક કરી વાહન ચલાવતા હોય
  • નો પાર્કિંગમાં પાર્કિંગ કર્યુ હોય
  • ઝડપી વાહન હંકારતા હોય

ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે તંત્રની લાલઆંખ

ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે લાલ આંખ કરી આરટીઓ અધિકારીઓને લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા આપી છે. હવે વાહન રોંગ સાઇડ લઇને આવનારા, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરનારા, કારમાં સીટ બેલ્ટ પહેર્યો ના હોય, વાહન ભયજનક હંકારતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કિસ્સામાં ટ્રાફિક પોલીસ વાહનચાલકને આરટીઓ લઈ જશે. બંને પક્ષની દલીલ સાંભળી સ્થળ પર જ લાઇસન્સ સસ્પેન્ડ કરાશે. સુભાષબ્રિજ આરટીઓ ખાતે લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે બપોર 3થી 6માં સુનાવણી થશે. ટ્રાફિક પોલીસ-વાહન ચાલકની દલીલો સાંભળી આરટીઓ અધિકારી કેટલા સમય માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવું તેનો નિર્ણય લેશે.

પાંચથી વધુ મેમો હોય તો લાઇસન્સ સસ્પેન્ડની થતી કાર્યવાહી

અત્યાર સુધી પાંચથી વધુ મેમો હોય તો વાહનના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને જાણ કરાતી હતી. 40 હજારથી વધુ અરજીઓ આરટીઓમાં પેન્ડિંગ છે. સમયના અભાવે લાઇસન્સ સસ્પેન્ડની પ્રક્રિયા ઝડપી થઇ શકતી નથી. સરકારે સુનાવણી કરી લાઇસન્સ સસ્પેન્ડની સત્તા સોંપતા હવે સ્થિતિ વધુ કથળશે, તેવું પૂર્વ અધિકારીઓ જણાવી રહ્યા છે. લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે સુનાવણીની કાર્યવાહી કરવા આરટીઓમાં સાત અધિકારીને જવાબદારી સોંપાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter