GSTV
Ahmedabad ગુજરાત

હાડ થીજવતી ઠંડી : રાજ્યમાં કોરોના સાથે વધ્યો ઠંડીનો પ્રકોપ, નલિયામાં નોંધાયું સૌથી નીચું તાપમાન 4.8 ડિગ્રી

સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયું છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. તો રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. રાત્રીના બજારો વહેલા સુમસામ બની જાય છે. તો સવારે પણ બજારો મોડી ખુલે છે. ઠંડીના કારણે જનજીવન થીજી ગયું છે.

cold wave

નલિયામાં 4.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું

ગુજરાતના અમદાવાદ, ડીસા, ગાંધીનગર, કંડલા, નલિયા, પાટણ, પોરબંદર તેમજ રાજકોટમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછુ નોંધાયુ છે. નલિયામાં 4.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ઠંડી?

અમદાવાદ 8.6, વડોદરા 10.0, ભાવનગર 11.6 , ભુજ 10.2, દમણ 11.4, ડીસા 7.6, દિવ 11.0, દ્વારકા 14.0, ગાંધીનગર 5.5, કંડલા 9.6, નલિયા 4.8,ઓખા 18.4,પાટણ 7.6,પોરબંદર 9.4, રાજકોટ 8.6, સુરત 11.0, વેરાવળ 11.7 લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. જેના પગલે લોકો પણ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ ઠંડીએ રોદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે રવિવારે લઘુત્તમ તાપમાન ૧૨.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં ઠંડી વધુ આક્રમક બની હતી અને સોમવારે અચાનક જ ઠંડીના પારામાં ઘટાડો નોંધાતાં તાપમાનનો પારો ૪.૩ ડિગ્રીએ આવીને અટક્યો હતો. જેના પગલે સમગ્ર રાજયનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું હતું. આ ઠંડીને અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી તો નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું મુનાસીફ માન્યુ હતું. પરંતુ શ્રમજીવીઓની હાલત કફોડી બની હતી. ત્યારે પાટનગરવાસીઓને અત્યાર સુધીની સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો કરવો પડયો હતો.

ઠંડી

૪૮ કલાકમાં ઠંડીના પારામાં ૧૩ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં નગરજનો થરથરી રહયા છેઃવધુ ઠંડી પડવાની આગાહી

ઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી ફરીથી હિમવર્ષા ચાલુ થઈ છે. જેના પગલે ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે. ત્યારે હિમવર્ષાના પગલે શીત લહેરોની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે. આમ અચાનક જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો પુનઃ શરૃ થતાં આ ઠંડા પવનોની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હતી. તો બીજી તરફ હિમવર્ષાના પગલે શીતલહેરો ચાલુ રહેતાં તેની અસર હજુ પણ તાપમાન ઉપર જોવા મળી રહી છે. ત્રણ-ચાર દિવસથી સતત લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ રહી છે.ત્યારે જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં ઠંડી આક્રમક બની હોય તેમ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં રવિવારે ૧૨.૭ ડિગ્રીએ આવીને અટક્યો હતો.

તો બીજી તરફ મહત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારે સોમવારે ઠંડીએ પણ રોદ્રસ્વરૃપ ધારણ કર્યું હોય તેમ તાપમાનના પારામાં આઠ ડીગ્રીનો ઘટાડો નોંધાતાં નગરજનો પણ આ કાતિલ ઠંડીમાં થરથરી રહ્યાં છે. આમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતા તેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. ઠંડા પવનોની સાથે શહેરમાં સોમવારે લઘુત્તમ તાપમાન ૪.૩ ડિગ્રીએ પહોંચી જતાં સીઝનના સૌથી વધુ ઠંડા દિવસનો સામનો લોકોને કરવો પડયો હતો.

coldwave

આમ, હરીયાળા શહેર ઉપર ઠંડીએ જમાવટ કરી હોય તેવા વાતાવરણનો સામનો કરી રહેલાં નગરજનો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે અને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમજીવીઓની હાલત આ ઠંડીમાં કફોડી બની જવા પામી છે. ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં આઠ ગણો તફાવત હોવા છતાં કડકડતી ઠંડી નગરજનોના હાડથીજાવી રહી છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીના પગલે શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

એક જ દિવસમાં ઠંડીના પારામાં આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં તેની અસર હેઠળ આવેલી ગયેલા નગરજનો તીવ્ર ઠંડીમાં થરથરી રહ્યાં છે. તો ૪૮ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ૧૩ ડિગ્રીનો ઘટાડો નોંધાવા પામ્યો છે. ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે ઠંડીનું આક્રમણ યથાવત્ રહ્યું હોય તેમ નગરજનોના હાડ પણ આ ઠંડીમાં થીજી રહ્યાં છે. ત્યોર આગામી દિવસોમાં હજુ પણ ઠંડી આક્રમક બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દિવસે પણ નગરજનો ગરમ વસ્ત્રોના સહારે અવર જવર કરી રહ્યાં છે તો ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે તાપણાનો સહારો પણ લઇ રહ્યાં છે.

ઠંડી

શહેરમાં કાતિલ ઠંડીના કારણે જીનજીવન સૌથી વધુ પ્રભાવિત

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં ૪.૩ ડિગ્રી ઠંડી પડતાં સીઝનના સૌથી ઠંડા દિવસનો સામનો લોકોને કરવો પડયો છે. ત્યારે નગરજનો ઠંડી સામે સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં રહેવાનું મુનાસીફ માની રહ્યાં છે પરંતુ ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમજીવીઓની હાલત કાતિલ ઠંડીના કારણે કફોડી બની જતાં પરિવારો ઠુંઠવાઇ ગયાં છે. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો માઇનસ ડીગ્રીમાં પહોંચતાં અને હિમવર્ષાની સીધી અસર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અનુભવવા મળી છે.

રાજ્યના પાટનગરમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો લઘુત્તમ પારો સતત ગગડવાના પગલે તેની સીધી અસર શહેર પર પણ જોવા મળી છે. આમ શહેરમાં આ સિઝનની સૌથી કાંતિલ ઠંડીએ લોકોના હાડ થીજાવ્યા હતા. તો બીજી તરફ એક જ દિવસમાં આ પ્રકારે લઘુત્તમ તાપમાનનો પારો અચાનક જ ગગડતાં લોકોને ઠંડીએ પોતાનું રૌદ્ર સ્વરૃપ બતાવ્યું હતું. આમ કાતિલ ઠંડીના પગલે શહેરના માર્ગો પણ સુમસામ ભાસતાં હતા. તો છેલ્લા ત્રણ ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહયો છે પરંતુ ઠંડા પવનોના પગલે નગરજનો પણ આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રોમાં સજજ થઈ અવરજવર કરતાં જોવા મળે છે. ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમજીવીઓની હાલત કફોડી બની ગઇ છે. ઠંડીનો પારો ૪.૩ ડિગ્રીએ પહોંચી જતાં તેની અસર સમગ્ર શહેર ઉપર વર્તાઇ રહી છે. પરંતુ શહેરમાં ઠેકઠેકાણે ખુલ્લામાં વસવાટ કરતાં શ્રમિક પરિવારો આ ઠંઠીમાં ઠુંઠવાઇ રહ્યાં છે.

READ ALSO :

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk

અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ ગતિવિધિ કરી તેજ, પહેલી જૂને ખેડબ્રહ્મામાં નવ સંકલ્પ સંમેલનનું આયોજન

GSTV Web Desk
GSTV