જો ટ્રાફિક વિભાગ વાહન ચાલકોને મેમો આપીને દંડ વસૂલી શકે તો પછી સામાન્ય પ્રજા તેમને પડતી અગવડોને લઇને તંત્રનો કાન આમળીને કેમ સામો દંડ ન કરે બસ આવા જ વેધક સવાલ સાથે અમદાવાદમાં જનતાનગરના રહીશો રસ્તા પર ઉતર્યા અને શરૂ કર્યુ કોર્પોરેશનને મેમો આપીને રોષ પ્રગટ કરવાનું.
જે જનતાએ ચૂંટીને મોકલ્યા હોય તે જ જનતાને જ્યારે તકલીફ પડે ત્યારે જનતા જાતે જ જનતા દરબાર ભરે અને જનતા પર જે રીતે દંડનો દંડો ઉગામાય તેવી જ રીતે જનતા પણ તંત્રનો કાન પકડે. આવા જ દ્રશ્યો અમદાવાદના જનતાનગરમાં જોવા મળ્યા. જનતા નગર જાણે જનતાની તકલીફોનું નગર બની ગયું હતું. આ વિસ્તારમાં લોકો લાંબા સમયથી રોડ રસ્તા ગટરના ગંદા પાણી જેવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલુ હતું. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતા કોઇ ઉકેલ ન આવ્યો જેથી જનતાએ જાતે જ આ સમસ્યાને લઇને તંત્ર સામે મેમો ફાડવાનું અભિયાન ચલાવ્યુ.

આ અભિયાન શું ચલાવ્યુ કે ગણતરીની કલાકોમાં જ તંત્રને જાણે કામ કરવાનો મંત્ર સંભળાયો હોય તેમ તંત્રએ તુરંત જ રોડ રસ્તા રિપેરીંગની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમને લઇને જે રીતે મસમોટા દંડની રકમ વસૂલાઇ જેને લઇને જનતાનગરમાં પણ રોષ હતો. જેથી જનતા નગરના રહીશોએ ખરાબ રોડ રસ્તાને લઇને મહાપાલિકા તંત્ર સામે મેમો ફાડીને રોષ પ્રગટ કર્યો એટલે તંત્રએ તુરંત જ કામગીરી શરૂ કરી હતી.
READ ALSO
- દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ
- વડોદરા/ સયાજી હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષે શરૂ કરાવ્યું રસીકરણ અભિયાન, જિલ્લામાં અન્ય 10 સ્થળે શરૂઆત
- એક વર્ષ પહેલા સરકારે કરેલી જાહેરાત ભૂલી ગયા, વડોદરામાં વીજકર્મીઓએ કર્યો સરકાર સામે દેખાવ
- પતિએ મિત્રોની સાથે મળી પોતાની પત્ની પર જ કર્યો ગેંગરેપ, લોખંડના દરવાજા સાથે બાંધી દીધા હતા પગ
- સૌરાષ્ટ્રમાં રસીકરણનો પ્રારંભ, રાજકોટમાં કૃષિમંત્રીની હાજરીમાં અભિયાનની શરૂઆત