GSTV
Home » News » અમદાવાદઃ કચરા વેનમાં યુવકનો મૃતદેહ મળ્યો, કચરાના ઢેરમાં પોલીસ સબૂત શોધશે

અમદાવાદઃ કચરા વેનમાં યુવકનો મૃતદેહ મળ્યો, કચરાના ઢેરમાં પોલીસ સબૂત શોધશે

અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર એક ગાડી કચરાપેટી લઇને આવી અને કચરો ખાલી કરતાની સાથે કચરામાંથી એક લાશ નીચે પડી. જોતજોતામાં લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. જે બાદ પોલીસે ડમ્પિંગ સાઇટ પર જઇને તપાસ કરી તો આ લાશ વસ્ત્રાલ ખાતેથી લાવવામાં આવેલા કચરામાં સાથે આવી હોવાનું સામે આવ્યું છે.આ લાશ એક યુવકની છે. જે કચરાની ગાડીમાંથી લાશ આવી છે તે વાન નીકોલ સહિતના વિસ્તારનો કચરો ભેગો કરે છે. છેલ્લે વસ્ત્રાલથી કચરાપેટી લઇને નીકળી હતી. જેથી આ લાશ વસ્ત્રાલથી આવી હોવાનું અનુમાન લગાવી પોલીસે રામોલ પોલીસનો સંપર્ક કર્યો. જો કે મૃતક કોણ છે તેની હત્યા કરાઇ છે કે અકસ્માતથી તેનું મોત થયું છે તે બાબતોને લઇને રામોલ અને દાણીલીમડા પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે.

Related posts

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi

કાશ્મીર મુદ્દે બાંગ્લાદેશે આપ્યુ નિવેદન,આર્ટિકલ 370 હટાવવું તે ભારતનો આંતરિક મામલો

Mansi Patel

અસમમાં શહીદ થયેલા જવાન સંજય સાધુના પાર્થિવ દેહને પુત્રએ આપી મુખાગ્નિ, ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!