કોરોનાના કારણે મોતના આંકડા અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગને લઈને અગાઉ ઘણી વખત સવાલ ઉઠી ચૂક્યાં છે. ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવાતા તંત્ર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે આવી જ ઘટના થલતેજના સ્મશાનમાં બની. જ્યાં એક જ એમ્બ્યુલન્સમાં બે મૃતદેહો લવાતા ગંભીર સવાલ ઉભા થયા છે.

સોલા સીવિલ હોસ્પિટલમાંથી થલતેજ સ્મશાનમાં એક જ એમ્બ્યુલન્સમાં બે કોવિડ ડેડબોડી લાવવામાં આવી. આ પ્રકારે એક જ એમ્બ્યુલન્સમાં એકથી વધુ મૃતદેહ લવાતા ફરીથી કોરોનાના કારણે મોતના આંકડાઓ સવાલ ઉઠી રહ્યાં છે. નવું નથી કે કોરોનાના કારણે મોતના આંકડાઓ પર પ્રથમ વખત સવાલ ઉઠી રહ્યો છે. આ પહેલા પણ ઘણી વખત આ પ્રકારે મોત નો મલાજો ન જળવાતા હોય એવા દ્રશ્યો સામે આવી ચૂક્યાં છે.
