GSTV

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Last Updated on July 26, 2021 by Zainul Ansari

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 10 વોર્ડમાં ટેનિસ કોર્ટ તો તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ  ટેનિસ કોર્ટ તૈયાર થયાને આશરે દોઢ વર્ષ થવા છતાં હજી તે શરૂ નહીં કરાતાં શોભાના ગાઠીયા સમાન સાબિત થયો છે.

તેના સંચાલન માટે  ટેન્ડર કરવા છતાં  કોઈ મેળ પડયો નથી. સુત્રોનું માનીએતો  કોર્પોરેશન દ્વારા લાંભા-થલતેજ-ગોતા-ચાંદલોડીયા સહિત 10 વોર્ડમાં 20 કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

તેમાં સિંગલ ટેનિસ કોર્ટ માટે  આશરે 20 લાખ અને ડબલ માટે 40 લાખનો ખર્ચ કરવામાં આવ્યો  છે.  કોર્પોરેશન  દ્વારા આ માટે ગત ટર્મમાં ટેન્ડરિંગ કરી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો  પણ કોઈ પાર્ટીએ તેમાં રસ લીધો નહીં તો બીજીવાર ટેન્ડર  કરવામા આવ્યું પણ ખૂબ ઓછા ભાવ આવતા કોર્પોરેશન દ્વારા નામંજુર કરી ફરી ટેન્ડર કરવામા આવશે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!