GSTV
Home » News » આજે સરકારી સ્કૂલોના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો હડતાળ પર

આજે સરકારી સ્કૂલોના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો હડતાળ પર

સરકાર દ્વારા શિક્ષણ સિવાયની અન્ય તમામ કામગીરી પ્રાથમિક શિક્ષકો પાસે ફરજીયાત કરાવવામા આવતા અને બીજી બાજુ સરકાર દ્વારા બઢતી અને સીનિયોરીટી તથા ઉચ્ચતર પગારધોરણનો લાભ ન અપાતા રોષે ભરાયેલા રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકો આવતીકાલે માસ સીએલ પર ઉતરશે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોના ૨ લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો હડતાળ પર ઉતરશે અને ૧૦ હજાર જેટલા પ્રાથમિક શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરશે.

હાલ એસટીના કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે ઉગ્ર વિરોધ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે સરકારી સ્કૂલોના પ્રાથમિક શિક્ષકો પણ આવતીકાલે હડતાલ પર ઉતરશે.તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક સ્કૂલોના અંદાજે ૨ લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો આવતીકાલે માસ સીએલ પર જશે.

જ્યારે ૧૦ હજારથી વધુ શિક્ષકો ગાંધીનગરમાં ચાણક્યભવનથી વિધાનસભા સુધી રેલી યોજી વિધાનસભામાં સરકારનો ઘેરાવો કરશે. પ્રાથમિક શિક્ષક સંઘની માંગ છે કે સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયની અન્ય તમામ કામગીરીમાંથી મુક્તિ આપે,પ્રાથમિક શિક્ષકો પાસે ચૂંટણીથી માંડી સરકારની તમામ યોજનાઓ, સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત કામ કરાવવામા આવે છે.

આ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની માંગ છે કે ૧૯૯૭થી આજદીન સુધ ભરતી થયેલ તમામ શિક્ષકોને સીનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા આવે તેમજ પ્રાથમિક શિક્ષકોને ટ્રીપલ સી પરીક્ષામાંથી મુક્તિ આપવામા આવે. પ્રાથમિક શિક્ષકોની ફરિયાદ છે કે આર્થિક સંકડામણ ભોગવી જે તે સમયે વિદ્યાસહાયકોને એક સાંધે ત્યાં તેર તુટે જેવી પરિસ્થિતિમાં પણ પાંચ વર્ષનો સમયગાળો પસાર કરેલ છે અને પાંચ વર્ષની નોકરીને સીનિયોરિટી ,બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણમાં ગણવામા આવેલ નથી.

Related posts

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમો લાગુ, પણ લોકો પોતાની મસ્તીમાં મસ્ત

Mayur

ઈમરાન હાશ્મીને ઘર ચલાવા માટે ક્યારેક કરવું પડ્યું એવું કામ, જાણી રહી જશો દંગ

Dharika Jansari

પાકમાં પરાણે અતિથી બનીને આવતી જીવાતોનું નિરાકરણ કેવી રીતે લાવવું ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!