GSTV

ચાની કીટલી બાદ અમદાવાદના આ વિસ્તારમાં પાનના ગલ્લાઓ કરાવવામાં આવ્યા બંધ, માવાના શોખીનો અકળાયા

અમદાવાદમાં ચાની કીટલી બાદ હવે પાનના ગલ્લા પર કોર્પોરેશનની નજર મંડાયેલી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા પાન મસાલાની દૂકાનો પર કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જે જગ્યા પર કોરોરાના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન જોવા મળશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એએમસી શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને તાપાસ કરશે. ખાસ કરીને જે જગ્યા પર કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યા કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે વાત કરીએ શહેરના બોપલ વિસ્તારમાં મોટાભાગના પાનના ગલ્લાં બંધ જોવા મળ્યા હતા. જેને લઈને ગુટખા અને પાનમસાલાના શોખીનો અકળાયા હતા.

શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં પાનના ગલ્લા પર લોકો માસ્ક વિના જોના મળ્યા હતા આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કરવામાં આવી રહ્યો હતો જેને લઈને તંત્રએ કાર્યવાહી કરી છે. અગાઉ મહાપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બોપલમાં આઠ પાનના ગલ્લા સીલ કરાયા હતા. ત્યારબાદ બોપલના પાન પાર્લર ધારકો પાનપાર્લર ફરજિયાત પણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શહેરમાં ચાની કિટલીઓ પર ઘણ જગ્યાએ લોકોના ટોળા એકઠા થયા હતા ઉપરાંત લોકો માસ્ક પણ નહોતા પહેર્યા જેને લઈને કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. જેના સંદર્ભમાં આજે મ્યુનિ.ના સોલીડ વેસ્ટ ખાતાની ૧૨૨ ટીમોએ પોલીસને સાથે રાખીને પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરતા ટપોટપ સ્વયંભૂ રીતે ૧૧૨૪થી વધુ કિટલીઓ અને સ્ટોલ્સ બંધ થઈ ગયા હતા. બોપલ વિસ્તારમાં કોર્પોરેશનની પ્રથમ ડ્રાઈવ કરાઈ હતી. જેમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર મોટા પ્રમાણમાં લોકો દેખાતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહયુ હતું.

READ ALSO

Related posts

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

pratik shah

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

pratik shah

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!