GSTV

કોરોના વાયરસને લઈને અમદાવાદનું તંત્ર એલર્ટમાં, સિવિલ હોસ્પિટલમાં હાથધરી આ કામગીરી

ચીનમાં હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે ચીનથી આવતા ભારતીયો પર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારે કોરોના વાઈરસને લઈને અમદાવાદનું તંત્ર હાલ એલર્ટમાં આવી ગયું છે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અને ચીનથી આવતા તમામ લોકોને ત્યા સારવાર આપવામાં આવશે. સાથેજ ચીનથી પરત ફરેલા તમામ લોકોનું મેડિકલ ચેકએપ પણ કરવામાં આવશે. અને વોર્ડમાં ડોક્ટર, નર્સ સહિત લેબોટરી વિભાગના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, ચીનનાં વુહાનમાં જ કોરોના વાઇરસ સૌથી વધુ ફેલાયો છે અને તેને આ વાઇરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. વિદેશ મંત્રાલય દ્વારા ચીનના સત્તાધીશો સમક્ષ વુહાન શહેરમાં ફસાયેલા 250 ભારતીયોને પરત મોકલવાની વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવશે. ફસાયેલામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. વુહાન સહીત 12 શહેરોને ચીન પ્રશાસને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે, આ શહેરોમા વાઇરસનો ભય વધુ  છે.

READ ALSO

Related posts

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel

આમ આદમીને મોટો ઝટકો! નવેમ્બરથી આ બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચુકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયમ

Bansari

રાજ્ય સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો, વનવે ટિકીટનો દર રખાયો 1500 રૂપિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!