GSTV
Home » News » અમદાવાદ, સુરત અને ભાવનગરમાં ઓ૫રેશન ડીમોલીશન… : દબાણગ્રસ્ત જગ્યા ખૂલ્લી કરાઇ…

અમદાવાદ, સુરત અને ભાવનગરમાં ઓ૫રેશન ડીમોલીશન… : દબાણગ્રસ્ત જગ્યા ખૂલ્લી કરાઇ…

રાજ્યના ત્રણ મહાનગર અમદાવાદ, સુરત અને ભાવનગરમાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલા સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં નાના-મોટા તમામ શહેરોમાં દબાણોની સમસ્યા કેન્સરની માફક ઘર કરી ગઇ છે.

અમદાવાદ મ્યુનિસ૫લ કોર્પોરેશન દ્વારા વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી દબાણ દુર કરવાની કામગીરી કરવામા આવી હતી. પશ્ચિમઝોનના એસ્ટેટ ખાતા દ્વારા 90 મીટર પહોળાઇના મુખ્ય રસ્તા પર 373 દબાણ દૂર કરાયા હતા. ખુલ્લી કરવામા આવેલી જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવશે. આ રસ્તો ગાંધીનગરથી અમદાવાદને જોડતો મુખ્ય રસ્તો હોવાથી મોટી સંખ્યામા લોકોની અવર જવર રહે છે. ત્યારે મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે માર્ગની બંને તરફ રહેલા દબાણો દૂર કર્યા હતા.

 સુરતમાં પર્વત પાટિયા પાસે આવેલા આઇમાતા રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક મહિલાઓ ઘરના દરવાજા પર ઉભી રહી ગઇ હતી અને SMCની  ટીમને અંદર પ્રવેશવા દેતી નહોતી. પુણા PI અને PSI સહીતના કાફલાએ વચ્ચે પડીને કામગીરી શરૂ કરાવી હતી.  ભૂતપૂર્વ ધારાસભ્યનો ખાસ માણસ અહીં રહેતો હોવાથી યોગ્ય કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ બે વાર SMC ની ટીમ સાથે ઝપાઝપી કરી ભગાડી દેવામાં આવી હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.

ભાવનગર મ્યુ.કોર્પોરેશન દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બાધારૂપ દબાણોને દૂર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘોધા રોડ પર તરસમીયા જવાના માર્ગ પર દુકાનો પર બુલડોઝર ફેરવાયું હતું. મ્યુ.કમિશનરની સુચના મુજબ ટાઉન પ્લાનિંગ ઓફિસર બુલડોઝર અને જરૂરી પોલીસ કાફલા દબાણો દૂર કરવા પહોંચી ગયા હતા અને દબાણો દૂર કર્યા હતા. સાથે જ કોર્પોરેશન દ્વારા અન્ય વિસ્તારોમાં પણ જરૂરી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ પદે બિરાજમાન થવા બે નેતા વચ્ચે સ્પર્ધા, જાણો આ દિગ્ગજ નેતાઓ કોણ છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!