GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં વધ્યું ઉકળાટનું પ્રમાણ: ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર

અમદાવાદ

Last Updated on June 23, 2019 by Arohi

અમદાવાદનું આકાશ વાદળછાયું થઇ જતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના પગલે આજે ઉકળાટ વધતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. અમદાવાદમાં ૩૯.૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ૭૧% નોંધાયું હતું. આજે અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર (૪૦.૮), આણંદ (૪૦.૪), ગાંધીનગર (૩૯.૮), ડીસા (૩૯.૬), રાજકોટ (૩૯.૩), વડોદરા (૩૯.૧), ભૂજ (૩૮.૯)માં પણ ગરમીનું પ્રમાણ વધારે રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.

આગામી ૨૫ જુલાઇના સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. ‘

heat wave

અમદાવાદમાં આગામી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૨૫ થી ૨૮ જૂન દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!